Western Times News

Gujarati News

ખેડૂત પરિવાર સાથે પ્રસંગમાં બહાર ગામ ગયો ઘરની બાજુમાં આવેલી દુકાનના માલીકે 95 લાખની ચોરી કરી

કાલાવડના આણંદપર ગામે થયેલી ૯પ લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, તસ્કરની ધરપકડ

તકનો લાભ લઈ પોતે રકમ વિશે જાણતો હોવાથી દરવાજાના નકુચા તોડી અંદર રહેલી તિજોરીમાંથી રોકડ રકમ ચોરી કરી પાછો ફરીથી પોતે દુકાનમાં વેપાર કરવા બેસી ગયો હોવાનું ખુલ્યું હતું.

જામનગર, કાલાવડ તાલુકાના આણંદપરગામે ખેડુત પરીવાર પ્રસંગમાં ચાર કલાક બહારગામ ગયો ને પાછળથી તસ્કરોએ ઘરમાં રહેલા રૂપિયા ૯પ લાખની ચોરી કરીને લઈ ગયાની ઘટના બની હતી. આ ચકસચારી ઘટનાનો પોલીસે ભેદ ઉકેલી નાંખ્યો છે. ઘર નજીક આવેલી દુકાન સંચાલકની આકરી પુછપરછ કરતા તેણે આ રૂપિયાની ચોરી કરી હોવાની કબુલાત આપતા પોલીસે આરોપીની ધરપકડ કરીને રૂપિયા ૯પ લાખની રોકડ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

કાલાવડ તાલુકાના આણંદપર ગામના ખેડૂત દિપકભાઈ ભીખાભાઈ જેસડીયાની મકાનમાંથી ગત તારીખ ૭.૧ર.ર૦ર૪ના દિવસે ૯પ લાખની રોકડ રકમની ચોરી થઈ હતી. પરીવારજનો પ્રસંગમાં બહારગામ ગયા હતા દરમ્યાન પાછળથી કોઈ તસ્કરોએ ધોળા દહાડે મકાનને નિશાન બનાવી લઈ અંદરથી રોકડ રકમ ઉઠાવી ગયા હતા.

જે ચોરીની ફરીયાદ નોધાવ્યા પછી કાલાવડ ગ્રામ્યના પી.એસ.આઈ. એચ.વી. પટેલે દ્વારા સૌ પ્રથમ તપાસનો પ્રારંભ કર્યો હતો. ત્યાર બાદ એલસીબીની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી. એલસીબીની ટીમી અને પોલીસે જે મકાનમાં ચોરી થઈ હતી. તેની બાજુમાં જ આવેલી દુકાનમાં સંચાલક લવજીભાઈ ગોરધનભાઈ ગોરસીયા દ્વારા આ ચોરી કરવામાં આવી હોવાનું જાણવા મળતા પોલીસે તેની આકરી પુછપરછ હાથ ધરી હતી.

દુકાનના સંચાલકે પોતે ચોરી કરી હોવાની કબુલાત આઅપી હતી. આરોપીએ પોતાના સંબંધીની વાડીના મકાનમાં સંતાડીને રાખેલા રૂપિયા ૯પ લાખની રોરકડ પોલીસને આપી હતી.

પોલીસની પ્રાથમીક તપાસમાં મકાન માલીકનો પરીવાર પ્રસંગમાં ચાર કલાક બહારગામ ગયો હતો. દરમ્યાન પાછળથી તકનો લાભ લઈ પોતે રકમ વિશે જાણતો હોવાથી દરવાજાના નકુચા તોડી અંદર રહેલી તિજોરીમાંથી રોકડ રકમ ચોરી કરી પાછો ફરીથી પોતે દુકાનમાં વેપાર કરવા બેસી ગયો હોવાનું ખુલ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.