Western Times News

Gujarati News

લગ્ન સિઝન વગર કમુરતામાં હોટલ અને બેન્કવેટ્‌સનું ધૂમ બુકિંગ

અમદાવાદમાં NRI દ્વારા પાર્ટી પ્લોટ, હોટલ અને બેન્કવેટ્‌સનું કમુરતામાં જ ધૂમ બુકિંગ

અમદાવાદ, કારતક સુદ એકાદશીથી શરૂ થયેલી લગ્સરાની સિઝનમાં ૧૬ ડિસેમ્બરથી ધનારક (કમુરતા)ની શરૂઆત થતાં જ લગ્ન સહિત તમામ શુભકાર્યાે પર બ્રેક લાગશે. હવે શુભ મુહૂર્તમાં માત્ર બે જ દિવસ બાકી રહ્યા હોઈ લગ્ન પ્રસંગની સિઝન પુરબહારમાં છે. જો કે કમૂરતામાં હવે એનઆરઆઈ લગ્નની મોસમ ખીલી ઊઠશે.

અમદાવાદ અને તેની આસપાસના પાર્ટી પ્લોટ, હોટલ અને બેન્કવેટ હોલનું NRIએ કમુરતાની સિઝન્ માં બુકિંગ કરાવ્યું છે. એક અંદાજ પ્રમાણે ડિસેમ્બર-જાન્યુઆરીમાં કમુરતા દરમિયાન ૧ર૦૦ કરતાં વધારે લગ્નનું આયોજન છે. હવે મોટા ભાગે લોકો ઉનાળાની જગ્યાએ શિયાળાની સિઝનને વધારે પ્રાધાન્ય આપે છે. આ સિઝનમાં યોજાનારા ૮૦ ટકા લગ્ન રાત્રીના સમયના છે. હવે બહુમતી લોકો લગ્ન આયોજનો માટે રાત્રીનો સમય જ વધારે પસંદ કરે છે.

તાજેતરમાં થયેલા માવઠાને પગલે ડિસેમ્બર તેમજ જાન્યુઆરી મહિનામાં કમોસમી વરસાદનો ડર પણ છે. જેના કારણે લોકો ઓપન પાર્ટી પ્લોટની સાથે સાથે બેન્કવેટ હોલના બુકિંગ માટે પણ પૂછપરછ કરી રહ્યા છે અને ઘણા બેન્કવેટ હોલ બુક થવા પાવળનું મુખ્ય કારણ વરસાદની જ બીક છે. ગત વર્ષે લગ્ન સિઝનમાં એનઆરઆઈના લગ્નો માટે ભારે ધસારો જોવા મળ્યો હતો.

આ વખતે અત્યાર સુધીના બુકિંગમાં એનઆરઆઈનું પ્રમાણ તેના કરતા પણ વધુ રહ્યું છે. એક અંદાજ મુજબ આ માસની સિઝનમાં જેટલા લગ્નો યોજાય છે, એમાંથી ૮૦ ટકા જેટલા લગ્ન એનઆરઆઈ પરિવારમાં થાય છે. લગ્નની સિઝન વચ્ચે ફોરેનમાં ફિક્કો આહાર ખાઈને કંટાળેલા એનઆરઆઈ વતનના જાતજાતના પકવાન આરોગવાનો આનંદ માણે છે.

બાદમાં તેઓ જ્યારે પરત પરદેશ જાય ત્યારે પણ ગુજરાતની ખાસ ગણાતી વાનગીઓ પણ સાથે લઈ જવાનું ભૂલતા નથી તેથી ફૂડ બિઝનેસમાં તેજી આવે છે. રિટલર્સ એસોસિએન ઓફ ઈન્ડિયાન અંદાજ મુજબ નવેમ્બરથી જાન્યુઆરીના અંત સુધી સોનાના ઘરેણા, કપડાં, બુટ અને ડિઝાઈનર કપડા જેવા લગ્ન સાથે જોડાયેલા બિઝનેસ સેલ્સમાં આઠ ટકાથી ૧૧ ટકાનો વધારો થયો છે. આ વર્ષે મોંઘવારી હોવા છતાં સિઝનમાં સારો બિઝનેસ થયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.