Western Times News

Gujarati News

જોડિયા બહેનો અલીના અને અલીન જયસ્વાલનું “અટલ”માં પદાર્પણ

એન્ડટીવી પર નવો શો અટલે સ્વ. વડા પ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીની અકથિત બાળપણની વાર્તા સાથે દર્શકોનાં મન જીતી લીધાં છે. યુવા અટલ બિહારી વાજપેયીની ભૂમિકા ભજવતા વ્યોમ ઠક્કરને તેની ભૂમિકા માટે ભરપૂર સરાહના મળી રહી છે અને શોમાં અન્ય મુખ્ય કલાકારોનું પણ કાંઈક આવું જ છે. ઉપરાંત વાજપેયી પરિવારમાં ઊર્મિલા અને કમલાની ભૂમિકા ભજવતી અલીના અને અલીન જયસ્વાલના અભિનયે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. Twin sisters Alina and Aline Jaiswal make their acting debut in &TV’s ‘Atal’

આ જોડિયા બહેનો આ શો સાથે પદાર્પણ કરી રહી છે અને આ પ્રવાસનો હિસ્સો બનવા માટે ભારે રોમાંચિત છે. વાજપેયી પરિવારના સૌથી યુવા સભ્ય તરીકે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવી, તેમનાં પાત્રો વાર્તામાં બહુ મહત્ત્લ ધરાવે છે, જેઓ ખાસ કરીને યુવા અટલ સાથે રોચક સંબંધો ધરાવે છે.

ઊર્મિલા બિહારી વાજપેયીની ભૂમિકા ભજવવા વિશે બોલતાં અલીના જયસ્વાલ કહે છે, “મને આ શોનો હિસ્સો બનવામાં અને મારી જોડિયા બહેન અને અન્ય કલાકાર સભ્યો સાથે કામ કરવાની બેહદ ખુશી છે. મારી જોડિયા બહેન સાથે શૂટિંગ સુંદર અનુભવ રહ્યો છે, કારણ કે હું પડદા પર મારા અસલ જીવનની બહેનની ભૂમિકા ભજવી રહી છું.

અમે એકત્ર બહુ મજા કરી રહ્યાં છીએ અને અમારી આસપાસ વાતાવરણ બહુ જ જીવંત છે. ઉપરાંત મને વ્યોમ (અટલ) અને મારી પડદા પરની માતા નેહા જોશી સાથે કામ કરવાની પણ મજા આવી રહી છે, જેઓ મને બહુ મદદ કરે છે.” આમાં ઉમેરો કરતાં કમલા બિહારી વાજપેયીની ભૂમિકા વિશે બોલતાં અલીના જયસ્વાલે ઉમેર્યું હતું કે, “મારી જોડિયા બહેન સાથે આ શોનો હિસ્સો બનવાની ખુશી છે.

અમારી શાળા પૂરી કર્યા પછી અલીના અને હું સીધા જ શૂટ પર જઈએ છીએ. સેટ પર આખી ટીમે ખાસ કરીને અમારા ડાયરેક્ટર બહુ સાથ આપે છે. અલીન અને હું દર્શકોને અમારાં પાત્રો માટે તેમનો પ્રેમ અને ટેકો આપે એવો અનુરોધ કરીએ છીએ. હું આ સુંદર તકો માટે નિર્માણકર્તાઓનો આભાર માનવા માગું છું.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.