Western Times News

Gujarati News

અમદાવાદને દુબઈ-સિંગાપુર જેવું ઝાકમઝોળ બનાવવા કવાયત

અમદાવાદ, ગુજરાતના હાર્દ સમાન અમદાવાદને દુબઈ અને સિંગાપુર જેવું ઝાકમઝોળ બનાવવાની કવાયત થઈ રહી છે. આ માટે વધુ ૭ ગગનચુંબી આઈકોનિક બિÂલ્ડંગને બનાવવાની મંજૂરી મળી છે. અત્રે જણાવવાનું કે હાલ ગુજરાતમાં ૧૦૦ મીટરથી વધુ ઊંચાઈ ધરાવતી ૧૫ ઈમારતો છે જેમાં હવે આ ૭નો પણ ઉમેરો થશે. જે અમદાવાદની શાનમાં વધારો કરશે.

આ જે ૭ ગગનચુંબી ઈમારતોને મંજૂરી મળી છે તેમાંથી ૫ ઈમારતો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં જ્યારે એક ઔડા વિસ્તારની હદમાં તથા એક ઊંચી ઈમારત ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં બનશે.

શહેરી વિકાસ વિભાગે આ બિÂલ્ડંગો બનાવવા માટે અંદાજે ૪૦૩૮ કરોડ રૂપિયાના બજેટને પણ સત્તાવાર રીતે મંજૂરી આપી છે. આ મામલે ૧૫મી ડિસેમ્બરે ૧૦મી વાયબ્રન્ટ સમિટ સમયે યોજાઈ રહેલા શહેરી વિકાસ વિભાગના સેમીનારમાં નવા બિÂલ્ડંગ્સના પ્રમોટર્સ સાથે ઔપચારિક એમઓયુ કરવામાં આવશે.

અત્રે જણાવવાનું કે અગાઉ જે ૧૦૦ મીટરથી ઊંચા એવા ૧૫ બિÂલ્ડંગો માટે મંજૂરી અપાઈ હતી અને જેના બાંધકામ ચાલુ છે તેમાની ૧૨ ઈમારતો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા ઔડાની હદમાં છે. જ્યારે એક એક બિÂલ્ડંગ્સ સુરત, વડોદરા, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં બની રહી છે. ગુજરાત સરકારે ૧૦૦ મીટરથી ઊંચી આલિશાન ઈમારતો બાંધવા માટે ૧૮ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ જાહેરનામા થકી ખાસ નીતિ બહાર પાડી અને ત્યારબાદ અત્યાર સુધીમાં એટલે કે ૩ વર્ષમાં કુલ ૨૨ ઈમારતોને મંજૂરી મળી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.