Western Times News

Gujarati News

ઐતિહાસિક રાણીની વાવને રોશનીથી શણગારવામાં આવી

(ફોટો:- રાજેશ જાદવ પાટણ )

પાટણ: જિલ્લાની ઐતિહાસિક રાણીની વાવ ખાતે સોમવારથી બે દિવસ વિરાસત સંગીત સમારોહનું આયોજન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. જેને પગલે રાણીની વાવ પરિસરને રોશનીથી ઝળહળતી કરવામાં આવી છે. જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

શિલ્પકલાના બેનમૂન સ્થાપત્ય સમી રાણીની વાવને વિશ્વ ધરોહરમાં સ્થાન પ્રાપ્ત થયું છે, ત્યારે ઐતિહાસિક વિરાસતને ગૌરવ પ્રદાન કરવા તા.16 અને 17 ડિસેમ્બરના રોજ રાણીની વાવ વિરાસત સંગીત સમારોહ ઉજવાશે રાજ્યના મુખ્યપ્રધાન બે દિવસીય ઉત્સવ ને વિધિવત રીતે ઉદ્ઘાટન કરી ખુલ્લો મુકશે.

ઐતિહાસિક રાણીની વાવને રોશનીથી ઝળહળતી કરાઈઐતિહાસિક રાણીની વાવને રોશનીથી ઝળહળતી કરાઈસુપ્રસિદ્ધ ગાયક હરિહરન, જીગ્નેશ કવિરાજ ગીતા રબારી ભીખુદાન ગઢવી સહિતનાં નામાંકિત કલાકારો સંગીતની સુરવલીઓ વહેવડાવશે ત્યારે મહામૂલી વિરાસત અને વિશ્વ વિરાસત સમાન રાણીની વાવને પાર્લ લાઈટની રોશનીથી ઝળહળતી કરવામાં આવી છે. રોશનીથી સુશોભિત કરાયેલી આ વાવ નિહાળવા આવનાર મુલાકાતીઓને ઉત્સવના સમયગાળા દરમ્યાન નિઃશુલ્ક પ્રવેશ મળી રહે તે પ્રકારેની વ્યવસ્થા કરવામાં આવી છે.

ઐતિહાસિક રાણીની વાવને રોશનીથી ઝળહળતી કરાઈરાણીની વાવ વિરાસત ઉત્સવની તૈયારીઓને વહીવટી તંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવ્યો છે. વાવ ખાતે કરવામાં આવેલ લાઈટ ડેકોરેશનનું જિલ્લા કલેકટર આનંદ પટેલે નિરીક્ષણ કરી જરૂરી સૂચનો આપ્યા હતા. રાણીની વાવની અંદર અદભુત અને નયન રમ્ય લાઈટ ડેકોરેશન કરાયું છે, જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.