Western Times News

Gujarati News

સંસદની ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએઃ મોદી

(એજન્સી)નવી દિલ્હી, સંસદની સુરક્ષામાં થયેલી ચૂકે આખા દેશને હચમચાવી નાખ્યો છે. તેની તપાસ દિલ્હી પોલીસ ઝડપથી કરી રહી છે. રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. બીજી બાજુ વિપક્ષે પણ આ મુદ્દે રાજકીય રોટલા સેકવાના શરૂ કરી દીધા છે. વિપક્ષે સંસદના બંને સદનોમાં ગૃહમંત્રી પાસે જવાબ આપવાની માંગણી કરી છે. તેને મોંઘવારી અને બેરોજગારી સાથે જોડી દીધા છે.

આ બધા વચ્ચે સંસદ કાંડ પર પીએમ મોદીનું પણ નિવેદન સામે આવ્યું છે. પીએમ મોદીએ એક અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે સંસદની સુરક્ષામાં ચૂક ચિંતાજનક છે. તેની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ. આ ઘટના પર રાજનીતિ થવી જોઈએ નહીં.

અત્રે જણાવવાનું કે સંસદની સુરક્ષામાં ગાબડું પાડનારની શોધ ચાલુ છે. આ ઘટનાનો માસ્ટરમાઈન્ડ કહેવાતા લલિત મોહન ઝા બાદ પોલીસના રડાર પર વધુ એક આરોપી નીલમ આઝાદ છે. પોલીસ નીલમની ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહી છે. જેથી કરીને ષડયંત્રના અન્ય અસલ પાત્રો સુધી પહોંચી શકાય. સંસદ કાંડની તપાસમાં જે પણ કઈ સામે આવી રહ્યું છે તે ખુબ જ ઘાતક જોવા મળી રહ્યું છે. તેના પગલે તપાસ એજન્સી એવા સૂત્રની શોધ કરી રહી છે જેના તાર અન્ય દેશોમા છૂપાઈને બેઠેલા ભારત વિરોધી એજન્ડા ચલાવતા કે પછી આતંકીઓ સાથે પણ જોડાયેલા હોઈ શકે છે.

હકીકતમાં સંસદની સુરક્ષામાં ગાબડું પાડનારાઓએ ષડયંત્ર પણ કઈક એ પ્રકારે રચ્યું હતું કે જ તેઓ સંપૂર્ણ રીતે સફળ થાત તો દેશની સિક્યુરિટી સિસ્ટમ માટે વિસ્ફોટક સાબિત થઈ શકે તેમ હતું. પૂછપરછમાં જાણવા મળ્યું છે તે મુજબ સંસદની સુરક્ષામાં ગાબડું પાડવાના ૫ ભાગ હતા. ત્રણને અમલમાં મૂકવામાં સફળતા મળી ગઈ પરંતુ ષડયંત્રના બે ભાગને કાં તો આરોપીઓ ચૂકી ગયા કે પછી તેમના પર અમલ કરતા ડરી ગયા.

આરોપીઓના ષડયંત્રમાં સંસદની સિક્યુરિટી સિસ્ટમને ચકમો આપવો એ પહેલા નંબરે હતો. તેમાં તો તેમને સફળતા મળી ગઈ. બે આરોપી મનોરંજન અને સાગર શર્મા જૂતામાં સ્મોક કેન છૂપાવીને સંસદની અંદર પહોંચી ગયા. સંસદની અંદર ઘૂસીને સ્મોક ક્રેકરનો ઉપયોગ કરવાનું તેમના ષડયંત્રનો સૌથી મહત્વનો ભાગ હતો. જેમાં તેઓ બંને સફળ રહ્યા.

બંનેએ વિઝિટર ગેલેરીથી કૂદીને સંસદની કાર્યવાહીમાં ખલેલ પહોંચાડી અને ત્યાં રંગની ધૂમાડો પણ છોડ્યો. ત્યારબાદ થોડા સમય સુધી સંસદની અંદર બેચેની અને ગભરાહટની સ્થિતિ રહી. ષડયંત્રની તપાસ માટે પોલીસને વધુ એક આરોપી મહેશ કુમાવતના પણ રિમાન્ડ મળી ગયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.