Western Times News

Gujarati News

વાડદની સરસ્વતી હાઇસ્કૂલના વિધાર્થીઓનો વોલીબોલમાં જિલ્લામાં પ્રથમ નંબર

(ફોટો 'મોહસીન વહોરા, સેવાલીયા)

ગળતેશ્વર:ગળતેશ્વર તાલુકાના સરસ્વતી હાઇસ્કૂલ, ખેલ મહાકુંભ ર૦૧૯ ઈનામ વિતરણ કાર્યક્રમ સ્પોર્ટસ કોમ્પલેક્ષ, મરીડા ભાગોળ, નડીઆદ ખાતે યોજાયો હતો. જેમાં ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાની સરસ્વતી હાઇસ્કૂલ,વાડદના વિધાર્થીઓ દ્વારા ખેલ મહાકુંભની વોલીબોલ રમતમાં, અંન્ડર -૧૪ (ભાઇઓ) જિલ્લાકક્ષાએ પ્રથમ અને રાજ્યકક્ષા બીજો ક્રમ (સિલ્વર મેડલ) પ્રાપ્ત કર્યો હતો.

અને ખેલ મહાકુંભની વોલીબોલ રમતમાં અંન્ડર -૧૭ (ભાઇઓ) જિલ્લા કક્ષાએ પ્રથમ અને રાજ્ય કક્ષાએ ભરૂચ મુકામે બીજો કમ (સિલ્વર મેડલ) અને રાષ્ટ્રીય કક્ષાએ (નેશનલ કક્ષા) જમ્મુ કાશ્મીરમાં ત્રીજો ક્રમ (બ્રાન્ઝ મેડલ) પ્રાપ્ત કરી શાળા અને ગામનું અને ગુજરાત રાજ્યનું નામ રોશન કરવા બદલ શાળાના વ્યાયામ શિક્ષક (કોચ શ્રી) સાદિક મલેકને તથા શાળાના ખેલાડીઓનું જિલ્લા રમત-ગમત અધિકારીશ્રીની કચેરી તથા શાળાના આચાર્યશ્રી તથા પ્રમુખશ્રીએ ખુબ ખુબ અભીનંદન આપ્યા છે.

અને આગળના દિવસોમાં પણ શાળા ટિમ રમત ગમત ક્ષેત્રે આગળ વધે એવી શુભકામનાઓ પાઠવી હતી. આ બાબતે સાદિક મલેક (કોચ) નો સપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે વિધાર્થીઓ દ્વારા સરસ પરફોર્મન્સ આપવામાં આવ્યું હતું. આગામી દીવસોમાં અમો હજુ વધુ સારુ પરફોર્મન્સ આપીશું તેમ જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.