Western Times News

Gujarati News

ભારતમાં નવ દિવસમાં કોરોનાના કેસ બમણાં થયા

નવી દિલ્હી, દેશમાં કોરોના વાયરસને કારણે સ્થિતિ ચિંતાજનક થતી જઈ રહી છે. કેરળ બાદ હવે વધુ બે રાજ્યોમાં કોરોનાના નવા વેરિયન્ટ જેએન.૧ ની પુષ્ટી થઈ છે. આ સાથે ભારતમાં કોરોનાના કેસ ૯ દિવસમાં બમણાં થઈ ગયા છે.

માહિતી અનુસાર કેરળ બાદ મહારાષ્ટ્ર અને ગોવામાં પણ નવા વેરિયન્ટના ૧૯ કેસ મળી આવ્યાની માહિતી મળી રહી છે. તેમાં એક કેસ મહારાષ્ટ્રનો છે જ્યારે ૧૮ કેસ ગોવાના જણાવાઈ રહ્યા છે. અગાઉ ગુજરાતમાં પણ કોરોનાના બે કેસ નોંધાયા હતા.

હવે દેશમાં કોરોનાના કેસ વધીને ૨૦૦૦ની નજીક પહોંચી ગયા છે. જાેકે ૧૧ ડિસેમ્બરે કોરોનાના કેસની સંખ્યા ૯૩૮ જ હતી. મહામારી ફરી ઉથલો મારે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આજે આ મુદ્દે કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયા તમામ રાજ્યોના મંત્રીઓ સાથે બેઠક કરવાના છે.

ઉલ્લેખનીય છે કે કોરોનાનો નવો વેરિયન્ટ જેએન.૧ હાલના સમયે અમેરિકા, ચીન અને સિંગાપોર જેવા દેશોમાં હાહાકાર મચાવી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો બીમાર પડી રહ્યા છે. હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા છે.

ડબ્લ્યૂએચઓએ પણ નવા વેરિયન્ટને ક્લાસિફાઈડ કરતાં વેરિયન્ટ ઓફ ઈન્ટરેસ્ટની કેટેગરીમાં નાખી દીધું છે. સાથે ડબ્લ્યૂએચઓએ કહ્યું કે આ કોરોના વેરિયન્ટ એટલો ઘાતક નથી કેમ કે તેનાથી થનારા મૃત્યુની સંખ્યા ઓછી છે. જેથી ડરવાની જગ્યાએ સાવચેત રહેવાની જરૂર છે. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.