Western Times News

Gujarati News

AMC મ્યુનિ. ફલાવર શોમાં વિક્રમ લેન્ડર- નવું સંસદ ભવન મુખ્ય આકર્ષણ રહેશે

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા વર્ષ-૨૦૧૩થી ફ્લાવર શો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. પ્રતિ વર્ષ મળતાં અભૂતપૂર્વ પ્રતિસાદને ધ્યાને લઈ ૩૦ ડિસેમ્બર, ૨૦૨૩થી ૧૫ જાન્યુ., ૨૦૨૪ સુધી અગીયારમા ફ્લાવર શોનું સાબરમતી રીવર ફ્રન્ટ, ઈવેન્ટ ગ્રાઉન્ડ અને ફ્લાવર ગાર્ડન, ટાગોર હોલ પાછળ, પાલડી, ખાતે આયોજન કરવામાં આવશે.

મ્યુનિ. સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા મુજબ ફ્લાવર શો-૨૦૨૪ માં જુદી જુદી વેરાયટી જેવી કે પીટુનીયા, ડાયન્થસ, ક્રીસન્થીમમ (સેવંતી), વીમ્કા, ગજેનીયા, બીગોનીયા, એન્ટીરીનીયમ, એસ્ટર, ઈન્પેશીયન, મેરીગોલ્ડ, કેલેનડ્યુલા, કોલીયસ, તોરણીયા, વર્બેના, સાલ્વીયા, ઓરનામેન્ટલ કેલે, સક્યુલન્ટ એન્ડ કેકટસ પ્લાન્ટ, પાઈન્સેન્ટીયા, ઓર્ચીડ, જરબેરા, ડહેલીયા, લીલીયમ,

એન્થુનીરીયમ, એમરન્સ, લીલી વગેરે પ્રકારની વેરાયટીનાં ફુલ-છોડની પ્રદર્શની કરવામાં આવશે. છેલ્લા ફ્લાવર શોમાં પ્રદર્શનમાં મુકવામાં આવેલ સ્કલ્પચરો કરતાં બમણી સાઈઝના સ્કલ્પચર જેવા કે નવું સંસદભવન, વડનગરનું તોરણ, વિક્રમ લેન્ડર (ચંદ્રયાન-૩), સ્ટેચ્યુ ઓફ યુનિટી, મોઢેરાનું સુર્યમંદિર, મહીલા સશક્તિકરણ તેમજ બાળકો માટે કાર્ટુન કેરેક્ટર વગેરે પ્રદર્શન માટે મુકવામાં આવશે.

ફ્લાવર શોમાં-૨૦૨૪માં ૪૦૦ મીટર લંબાઈનું ફ્લાવર સ્ટ્રક્ચર બનાવવામાં આવશે. સોમવારથી શુક્રવાર સુધી ૧૨ વર્ષથી ઉપરની વ્યક્તિઓને પ્રવેશ માટે રૂ. ૫૦/- અને શનિવાર તેમજ રવિવારના રોજ ૧૨ વર્ષથી ઉપરની વ્યક્તિઓને પ્રવેશ માટે રૂ. ૭૫/- ચાર્જ રાખવામાં આવેલ છે. વધુમાં શાળા પ્રવાસ માટે આવતાં બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે. ટિકિટનાં ઘસારાને ધ્યાને રાખી તમામ સીટી સિવીક સેન્ટર ઉપર ટિકીટ વેચાણની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે જેથી મુલાકાતીઓ ઘરની નજીકથી સહેલાઈથી ટિકીટ ખરીદી શકે તેમજ ઓનલાઈન પણ ટીકીટ મેળવી શકે તે મુજબનું આયોજન કરવામાં આવ્યું છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.