Western Times News

Gujarati News

ગવર્નર તરીકે મળતા ૪ લાખના પગાર કરતા સરકારી મકાન મહત્વનું : રાજન

નવી દિલ્હી, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને હાલમાં ગવર્નરનો હોદ્દો સંભાળતા સમયના તેમના પગાર બાબતે ખુલાસો કર્યો હતો. તેમને આ અંગે જણાવ્યું હતું કે ગવર્નરનો હોદ્દો સંભાળતી વખતે તેમનો માસિક પગાર રૂ. ૪ લાખ હતો. આ ઉપરાંત તેમણે એ પણ કહ્યું કે આરબીઆઈના ગવર્નર તરીકે મળતા પગાર કરતા પણ તેમને જે સરકારી મકાન મળ્યું હતું તેનું મહત્વ વધારે હતું.

રઘુરામ રાજને એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે વર્તમાન સમયમાં આરબીઆઈગવર્નરની સેલરી શું હોય તે નથી જાણતા પરતું તેઓ જયારે ગવર્નરનો હોદ્દો સંભાળતા તે સમયે તેમને રૂ. ૪ લાખ પગાર મળતો હતો. આ ઉપરાંત તેમણે કહ્યું કે આરબીઆઈગવર્નર તરીકે હોદ્દો સંભાળવાનો સૌથી મોટો ફાયદો તેમને મળતું સત્તાવાર ઘર છે.

જે ખૂબ જ મોટું છે અને મલબાર હિલમાં દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણીના ઘરથી થોડે દૂર છે. આ સત્તાવાર ઘર બાબતે રઘુરામે જણાવ્યું કે તેમણે એક સમયે ગણતરી કરી હતી કે જાે આ ઘર વેચવામાં આવે અથવા તો જેમ પોર્ટ ઓથોરિટી પાસે રૂ. ૪૫૦ કરોડ લાંબાગાળાની લીઝ છે તેમ આ ઘરને લીઝ પર આપવામાં આવે, તો આરબીઆઈના ટોચના અધિકારીઓનો પગાર સરળતાથી ચૂકવી શકાય.

આ સિવાય આરબીઆઈગવર્નર માટે ૪ લાખ રૂપિયાનો પગાર પૂરતો છે? બાબતે પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે ગવર્નરનો હોદ્દો કેબિનેટ સચિવ જેવા અન્ય સરકારી અધિકારીઓ જેવા જ છે. તેમને તેમને અન્ય સરકારી અધિકારીઓની જેમ પેન્શન મળતું નથી, પરંતુ તબીબી સુવિધાઓ ઉપલબ્ધ છે.

આ ઉપરાંત રઘુરામ રાજને જણાવ્યું હતું કે અમુક આરબીઆઈગવર્નરને પેન્શન એટલા માટે મળે છે કારણ કે તેઓ સરકારી અધિકારી રહ્યા હોય. તેમણે જણાવ્યું કે એક ગવર્નર એવા હતા જેઓ લાંબા સમય સુધી આરબીઆઈઅને સરકારની સેવા કરી હતી પરંતુ તેમને પેન્શન મળ્યું ન હતું કારણ કે તેઓ સિવિલ સર્વન્ટ ન હતા. તેમજ રઘુરામે એમ પણ જણાવ્યું કે તેઓને પેન્શનની જરૂરિયાત નથી કારણ કે તેમની પાસે ફુલ ટાઈમ જાેબ છે.

રઘુરામ રાજને કહ્યું કે ગવર્નરનું પદ સંભાળતી વખતે વ્યક્તિને અન્ય સુવિધાઓ તરીકે કાર મળે છે ભારત જેવા દેશમાં સરકારી કામકાજ માટે આવા લક્ઝરી વાહનોનો ઉપયોગ કરવો યોગ્ય નથી. તેમજ ગવર્નરને મળતું ઘર ઘણું જૂનું હોવાને કારણે તેની જાળવણીની જરૂર છે અને તેની જાળવણી માટે પણ ઘણા પૈસા મળે છે.

નવી દિલ્હી, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને હાલમાં ગવર્નરનો હોદ્દો સંભાળતા સમયના તેમના પગાર બાબતે ખુલાસો કર્યો હતો. તેમને આ અંગે જણાવ્યું હતું કે ગવર્નરનો હોદ્દો સંભાળતી વખતે તેમનો માસિક પગાર રૂ. ૪ લાખ હતો. આ ઉપરાંત તેમણે એ પણ કહ્યું કે આરબીઆઈના ગવર્નર તરીકે મળતા પગાર કરતા પણ તેમને જે સરકારી મકાન મળ્યું હતું તેનું મહત્વ વધારે હતું.

રઘુરામ રાજને એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે વર્તમાન સમયમાં આરબીઆઈગવર્નરની સેલરી શું હોય તે નથી જાણતા પરતું તેઓ જયારે ગવર્નરનો હોદ્દો સંભાળતા તે સમયે તેમને રૂ. ૪ લાખ પગાર મળતો હતો. આ ઉપરાંત તેમણે કહ્યું કે આરબીઆઈગવર્નર તરીકે હોદ્દો સંભાળવાનો સૌથી મોટો ફાયદો તેમને મળતું સત્તાવાર ઘર છે. જે ખૂબ જ મોટું છે અને મલબાર હિલમાં દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણીના ઘરથી થોડે દૂર છે.

આ સત્તાવાર ઘર બાબતે રઘુરામે જણાવ્યું કે તેમણે એક સમયે ગણતરી કરી હતી કે જાે આ ઘર વેચવામાં આવે અથવા તો જેમ પોર્ટ ઓથોરિટી પાસે રૂ. ૪૫૦ કરોડ લાંબાગાળાની લીઝ છે તેમ આ ઘરને લીઝ પર આપવામાં આવે, તો આરબીઆઈના ટોચના અધિકારીઓનો પગાર સરળતાથી ચૂકવી શકાય. આ સિવાય આરબીઆઈગવર્નર માટે ૪ લાખ રૂપિયાનો પગાર પૂરતો છે? બાબતે પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે ગવર્નરનો હોદ્દો કેબિનેટ સચિવ જેવા અન્ય સરકારી અધિકારીઓ જેવા જ છે.

તેમને તેમને અન્ય સરકારી અધિકારીઓની જેમ પેન્શન મળતું નથી, પરંતુ તબીબી સુવિધાઓ ઉપલબ્ધ છે. આ ઉપરાંત રઘુરામ રાજને જણાવ્યું હતું કે અમુક આરબીઆઈગવર્નરને પેન્શન એટલા માટે મળે છે કારણ કે તેઓ સરકારી અધિકારી રહ્યા હોય.

તેમણે જણાવ્યું કે એક ગવર્નર એવા હતા જેઓ લાંબા સમય સુધી આરબીઆઈઅને સરકારની સેવા કરી હતી પરંતુ તેમને પેન્શન મળ્યું ન હતું કારણ કે તેઓ સિવિલ સર્વન્ટ ન હતા. તેમજ રઘુરામે એમ પણ જણાવ્યું કે તેઓને પેન્શનની જરૂરિયાત નથી કારણ કે તેમની પાસે ફુલ ટાઈમ જાેબ છે.

રઘુરામ રાજને કહ્યું કે ગવર્નરનું પદ સંભાળતી વખતે વ્યક્તિને અન્ય સુવિધાઓ તરીકે કાર મળે છે ભારત જેવા દેશમાં સરકારી કામકાજ માટે આવા લક્ઝરી વાહનોનો ઉપયોગ કરવો યોગ્ય નથી. તેમજ ગવર્નરને મળતું ઘર ઘણું જૂનું હોવાને કારણે તેની જાળવણીની જરૂર છે અને તેની જાળવણી માટે પણ ઘણા પૈસા મળે છે. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.