Western Times News

Gujarati News

કોરોનાએ ફરી મચાવ્યો આતંક દેશમાં આજે ૭૦૨ નવા કેસ

શિયાળાની ઠંડી વધવાની સાથે ભારતમાં કોરોના વાયરસ વધુ ગંભીર બની રહ્યો છે. દેશમાં જેમ જેમ ઠંડી વધી રહી છે, કોરોના વાયરસના નવા કેસ પણ તેજ ઝડપે સામે આવી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના ૭૦૨ નવા કેસ નોંધાયા છે, જેના કારણે ચિંતા વધી રહી છે. કારણ કે આના એક દિવસ પહેલા દેશમાં કોવિડના ૫૨૯ નવા કેસ નોંધાયા હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ માહિતી આપી છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા લેટેસ્ટ આંકડા અનુસાર દેશમાં ગત ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૭૦૨ નવા કેસ નોંધાયા છે. જેથી દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ૪૦૯૭ થઇ ગઇ છે. આ સમયગાળા દરમિયાન દેશના વિવિધ રાજ્યોમાં કોવિડ-૧૯ને કારણે કુલ ૬ લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કારણે બે લોકોના મોત થયા છે, જ્યારે દિલ્હી, કર્ણાટક, કેરળ અને પશ્ચિમ બંગાળમાં એક દર્દીનું મોત થયું છે.

ભારતમાં બુધવારે ૨૪ કલાકમાં કોવિડ-૧૯ના ૫૨૯ નવા કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું હતું કે આ સમયગાળા દરમિયાન દેશમાં કોરોના વાયરસના કારણે ૫ લોકોના મોત થયા છે. એટલું જ નહીં આ દરમિયાન દેશમાં ૩ લોકોના મોત થયા છે.

બુધવારના ડેટા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં કર્ણાટકમાં કોવિડ-૧૯ના કારણે બે અને ગુજરાતમાં એક દર્દીનું મોત થયું છે. જાેકે, બાદમાં મહારાષ્ટ્રમાંથી કોરોના વાયરસના કારણે મૃત્યુના બે કેસ નોંધાયા હતા. મહારાષ્ટ્રમાં છેલ્લા ત્રણ મહિનામાં પ્રથમ વખત કોરોનાના કારણે મૃત્યુના કેસ નોંધાયા છે.

કોરોનાના નવા સબ-વેરિઅન્ટ જેએન.૧ વિશે વાત કરીએ તો દેશમાં અત્યાર સુધીમાં ૧૧૦ નવા કેસ નોંધાયા છે. બુધવારે પ્રથમ વખત, દેશની રાજધાની દિલ્હીમાં કોવિડ સબ-વેરિઅન્ટ જેએન.૧નો પહેલો કેસ નોંધાયો હતો. ગુજરાતમાં અત્યાર સુધીમાં જેએન.૧ સબ વેરિઅન્ટના સૌથી વધુ કેસ નોંધાયા છે.

ગુજરાતમાં ૩૬, કર્ણાટકમાં ૩૪, ગોવામાં ૧૪, મહારાષ્ટ્રમાં ૯, કેરળમાં ૬, રાજસ્થાનમાં ૪, તમિલનાડુમાં ૪, તેલંગાણામાં ૩ અને દિલ્હીમાં ૧ કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે આગામી દિવસોમાં કોરોના અને તેના પેટા પ્રકારોના વધુ કેસ વધશે. જાેકે, રાહતની વાત એ છે કે કોરોનાને કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા હજુ પણ નિયંત્રણમાં છે. SS3SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.