Western Times News

Gujarati News

બાળકોને 161 કરોડના ખર્ચે પેશ્ચરાઈઝડ્‌ ફ્‌લેવર્ડ દૂધ આપવામાં આવે છે

(માહિતી) ગાંધીનગર ઃ બાળકોને આંગણવાડીમાં ગુણવત્તાપૂર્ણ પૂર્વ પ્રાથમિક શિક્ષણ મળી રહે તે માટે જરૂરી સાધન-સામગ્રી ઉપલબ્ધ કરાવવા તેમજ ડિજિટલ ર્લનિંગ મટીરીયલ પૂરું પાડવામાં આવે છે. આંગણવાડી કેન્દ્રોના નિર્માણ, અપગ્રેડેશન અને સુવિધાઓ વધારવા માટે બજેટમાં રૂ. ૨૬૮ કરોડની ફાળવણી કરવામા આવી છે. માતા યશોદા તરીકે ફરજ બજાવનાર આંગણવાડીની બહેનોના માનદવેતન અને અન્ય સવલતો વધારવામાં આવી છે.

દેશમાંથી ઓછા વજન સાથે જન્મેલા બાળકોને ચેપ લાગવાનું મોટુ જોખમ હોય છે. ત્યારે આવા કુપોષિત બાળકોને સમયસર સારવાર મળે તે જરૂરી છે. આ સમસ્યાને જાકારો આપવા માટે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા બહુઆયામી વ્યૂહરચના અપનાવવામાં આવી છે. આ અભિયાનમાં બિનસરકારી સંસ્થાઓ, ઔદ્યોગિક એકમોનો સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે. રાજ્યના બાળકોને પોષણક્ષમ બનાવવાના પ્રયાસમાં જનભાગીદારીનું ઉત્કૃષ્ઠ પરિણામ વડોદરાના શિનોર તાલુકામાં જોવા મળ્યું છે.

શિનોર તાલુકામાં મોટા ફોફળીયા ગામમાં કાર્યરત શક્તિકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાજ્ય સરકાર સાથે સહકાર સાધીને દસ વર્ષ પહેલાં શ્રી છોટુભાઈ પટેલ હોસ્પિટલ એન્ડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું. આ હોસ્પિટલમાં આવતાં કુપોષિત અને ઓછા વજન ધરાવતાં બાળકો માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું. જેમાં આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનો દ્વારા કુપોષિત બાળકોને અલગ તારવીને તેનું પરીક્ષણ કરીને તેને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવે છે.

આ વિસ્તારમાં પહેલાં કુપોષિત બાળકોનું પ્રમાણ ખૂબ રહેતું હતું. પણ છેલ્લાં દસ વર્ષથી ચાલી રહેલાં સામૂહિક પ્રયાસોથી શિનોર તાલુકો કુપોષિત બાળકોની સમસ્યાથી મુક્ત બન્યો છે. આ એકમાત્ર શિનોર તાલુકાની વાત નથી. છેલ્લા ૨૦ વર્ષની પરિણામલક્ષીતાના કારણે આજે રાજ્યમાં આંગણવાડી, શાળાઓ, આરોગ્ય કેંદ્રો, મધ્યાનભોજન કેંદ્રોમાં ઉડીનેઆંખેવળગે એવો વધારો થવા પામ્યો છે.

રાજ્યમાં શ્રમજીવીઓ માટે માત્ર રૂપિયા પાંચમાં ભરપેટ ભોજન આપવામાં આવી રહ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યના નાગરિકોને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા પુરી પાડવામાં આવી રહી છે. રૂપિયા ૧૦ લાખના વિમા કવચ સાથે ગુજરાતના નાગરિકોને ઉત્તમ આરોગ્ય સેવા મળી રહી છે. રાજ્યમાં ૨૦૦થી વધુ ડાયાલિસિસ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યાં છે. રાજ્યભરમાં જનસહકારથી કુપોષણ સામેની લડાઈ મજબૂત રીતે આગળ વધી રહ્યું છે. ભારતને સશક્ત અને સક્ષમ બનાવવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ધ્યેયને સિદ્ધ કરવાનું અભિયાન ગુજરાતમાંથી તેજ રફતારથી આગળ વધી રહ્યું છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.