Western Times News

Gujarati News

કેશરપુરા ડભોડામાંથી શેરબજારનો ગેરકાયદે વેપલો કરતા બે ઝડપાયા

ખેરાલુ પોલીસે રેડમાં ચાર મોબાઈલ જપ્ત કરી તપાસ હાથ ધરી

મહેસાણા, ખેરાલુ તાલુકાના કેશપુરા ડભોડા ગામના ખુલ્લા ખેતરમાં કેટલાક લોકો ખોટી ઓળખ આપી શેરબજારમાં રોકાણ કરવા ઈચ્છુકોને લલચાવી ગેરકાયદે વેપલો કરી છેતરપીંડી આચરી રહેલા બે શખસોની પોલીસે અટકાયત કરી હતી. પોલીસે બંને શખસો પાસેથી ચાર નંગ મોબાઈલ જપ્ત કર્યા હતા. જયારે આ પ્રવૃતિમાં સંડોવાયેલ ત્રીજા વ્યક્તિને વોન્ટેડ જાહેર કરી ત્રણેય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

ખેરાલુ પોલીસે બાતમીના આધારે શુક્રવારે સાંજે ચાર વાગયાની આસપાસ કેશરપુરા ડભોડા ગામની સીમમાં આવેલ ખુલ્લા ખેતરમાં રેડ કરી હતી. જેમાં સ્ટોક એક્ષચેન્જના મંજુરી વગર મોબાઈલમાં માર્કેટ પલ્સ નામની એપ્લીકેશનમાં શેરબજારના ભાવની વધઘટ જોઈ લોકોને સ્ટોક એડવાઈઝર કંપનીના કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપી ગેરકાયદે રીતે રોકાણ કરાવતા હતા. આ પેટે તેઓ ર૦ ટકા કમીશન ઠાકોર કસ્પેશ ઉર્ફે પપ્પુ વજેસંગ (અંબિકાનગર, છાબલીયા તા.વડનગર)ના ફોન-પેમાં નંખાવી છેતરપિંડી આચરતા હતા.

રેડ દરમિયાન ઝડપાયેલા કિશન જગાજી ઠાકોર (કેશરપુરા ડભોડા તા.ખેરાલુ) અને કમલેશ પ્રહલાદજી ઠાકોર (નદીઓળ, વડનગર) તેમજ વોન્ટેડ કલ્પેશ ઉર્ફે પપ્પુ વજેસંગ ઠાકોર સામે ખેરાલુ પોલીસ મથકે છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.