Western Times News

Gujarati News

કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં સામાન્ય ઘટાડો કરાયો

નવી દિલ્હી, દેશની મોટી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ નવા વર્ષની ભેટ આપતા એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. એલપીજીના ભાવમાં દર મહિનાના પ્રથમ દિવસે સુધારો કરવામાં આવે છે અને એલપીજી સિલિન્ડરના નવા દરો પણ વર્ષ ૨૦૨૪ના પ્રથમ મહિનાના પ્રથમ દિવસે જારી કરવામાં આવ્યા છે.

કોમર્શિયલ સિલિન્ડરની કિંમતોમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે, જ્યારે ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ઘટાડા બાદ હવે રાજધાની દિલ્હીમાં ૧૯ કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત ઘટીને ૧૭૫૫.૫૦ રૂપિયા થઈ ગઈ છે. પહેલા તે ૧૭૫૭ રૂપિયામાં વેચાતો હતો.

અગાઉ ૨૨ ડિસેમ્બરે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ૧૯ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરીને ગ્રાહકોને ક્રિસમસ અને નવા વર્ષની પ્રી-ગિફ્ટ આપી હતી. ત્યારબાદ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ૩૯.૫૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.

જે બાદ દિલ્હીમાં આ સિલિન્ડરની કિંમત ૧૭૯૬.૫૦ રૂપિયાથી ઘટીને ૧૭૫૭.૫૦ રૂપિયા થઈ ગઈ હતી. આઈઓસીએલની વેબસાઇટ અનુસાર, દિલ્હી સિવાય કોલકાતામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત ૧૮૬૯ રૂપિયા છે, અહીં કિંમતમાં ૫૦ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.

જાે મુંબઈની વાત કરીએ તો અત્યાર સુધી ૧૯ કિલોનો સિલિન્ડર ૧૭૧૦ રૂપિયામાં મળતો હતો જે ૧લી જાન્યુઆરીથી ૧૭૦૮.૫૦ રૂપિયા થઈ ગયો છે. હવે ચેન્નાઈમાં તે ૧૯૨૯ રૂપિયાને બદલે ૧૯૨૪.૫૦ રૂપિયામાં મળશે. ૧૪ કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરની વાત કરીએ તો તેની કિંમતમાં લાંબા સમયથી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

છેલ્લી વખત તેની કિંમતોમાં ૨૦૦ રૂપિયાનો ઘટાડો ૩૦ ઓગસ્ટ, ૨૦૨૩ના રોજ કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં, એલપીજી સિલિન્ડર હજી પણ ૯૦૩ રૂપિયામાં ઉપલબ્ધ છે, જ્યારે કોલકાતામાં તે ૯૨૯ રૂપિયામાં, મુંબઈમાં ૯૦૨.૫૦ રૂપિયામાં અને ચેન્નાઈમાં ૯૧૮.૫૦ રૂપિયામાં વેચાઈ રહ્યું છે. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.