Western Times News

Gujarati News

કરિના કપુર હાલ એક સાથે ત્રણ ફિલ્મોમાં: રિપોર્ટ

મુંબઇ, કરીના કપુર ફરી એકવાર જોરદાર રીતે સક્રિય થઇ ગઇ છે. હાલમાં તેની પાસે ત્રણ ફિલ્મો હાથમાં રહેલી છે. જેમાં ગુડ ન્યુઝ, લાલસિંહ ચડ્ડા અને અંગ્રેજી મિડિયમનો સમાવેશ થાય છે. જે પૈકી ગુડ ન્યુઝ હવે ૨૭મી ડિસેમ્બરના દિવસે રજૂ કરવામાં આવનાર છે. જેમાં અક્ષય કુમાર કિયારાની ભૂમિકા છે. કરીના ભલે ફિલ્મોથી હવે દુર થઇ ચુકી છે પરંતુ તેના ચાહકો હજુ રહેલા છે. નવી અભિનેત્રીઓ પણ તેનાથી પ્રેરિત રહી છે.

કરીના કપુર હાલમાં ઓછી ફિલ્મો કરી રહી હોવા છતાં તેની લોકપ્રિયતા અકબંધ રહી છે. હાલમાં પણ તે લાઇમ લાઇટમાં રહે છે. તેની ફેન ફોલોઇંગ પણ દિન પ્રતિદિન વધી રહી છે. હવે તેની ફેનની યાદીમાં વધુ એક અભિનેત્રી આવી ગઇ છે. જેમાં કિયારા અડવાણીનો સમાવેશ થાય છે. કિયારા અડવાણીને બોલિવુડમાં વધારે સમય થયો નથી પરંતુ તેની બોલબાલા ચાહકોમાં જાવા મળે છે. મળેલી માહિતી મુજબ તે ગુડ ન્યુજ નામની ફિલ્મમાં કરિના કપુરની સાથે નજરે પડનાર છે. ખાસ બાબત એ છે કે ફિલ્મમાં કિયારાને હવે દિલજીત અને અક્ષય કુમાર જેવા મોટા સ્ટાર સાથે કામ કરવાની પણ તક મળી રહી છે.

જો કે તે આના કરતા કરીના કપુર સાથે સ્ક્રીન શેયર કરવાને લઇને આશાવાદી છે. તે કરીના પ્રત્યે ક્રશ ધરાવે છે. મતલબ એ છે કે કિયારા કરીના કપુરને પોતાની પસંદગીની અભિનેત્રી તરીકે ગણે છે. કિયારા કરીના કપુરની કેટલી મોટી ફેન છે તેનો અંદાજ આ બાબતથી લગાવી શકાય છે કે તે કરીના કપુરની ફિલ્મોને ખુબ મસ્તી સાથે નિહાળે છે. તેનુ કહેવુ છે કે કરિના કપુરને ઉડતા પંજાબ ફિલ્મમાં જાયા બાદ તે ફિલ્મ કેરિયર બનાવવા માટે ઇચ્છુક છે. તેનુ કહેવુ છે કે તે કરીના કપુરની તમામ ફિલ્મોને પસંદ કરે છે પરંતુ તેની કભી ખુશી કભી ગમના તેના રોલને ખુબ પસંદ કરે છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.