Western Times News

Gujarati News

ઈ-મેમોથી બચવા માટે બાઈક પર નકલી નંબર પ્લેટ લગાવી

વલસાડ, વલસાડમાં ત્રણ ટાબરીયાઓ દ્વારા એકટીવા ચલાવવાના મામલે પોલીસે સઘન તપાસ કરતા એક ચોકાવનારો ખુલાસો થયો છે. આ ટાબરીયાઓ જે એકટીવા લઈને શહેરમાં ફરતા હતા. તે એક્ટિવાના નંબર પ્લેટ નકલી હતા પોલીસ તપાસમાં ખુલ્યું છે. કે આ ટાબરીયાઓના મામાએ તેમને આ એકટીવા ચલાવવા આપ્યું હતું .

જાે કે તેમને ચિંતા ન હતી કે નંબર પ્લેટ નકલી હોવાથી પોલીસ તેમની સુધી નહીં પહોંચી શકે. પરંતુ વલસાડ સીટી પોલીસની સઘન તપાસમાં નકલી નંબર પ્લેટ નો ભાંડો ફૂટી ગયો છે.ઈ મેમો થી બચવા સારૂ એકટીવા મોપેડનો નંબર પ્લેટ ડુબલીકેટ લગાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

ઘટનાની વિગતે વાત કરીએ તો વલસાડ શહેરમાં થોડા દિવસ અગાઉ ત્રણ ટાબરીયા ઓનો એક્ટીવા મોપેડ ઉપર ચલાવતા વિડીયો વાયરલ થયો હતો. જેમાં પોલીસે તપાસ કરતા મોપેડનો નંબર પ્લેટ નકલી હોવાનો ખુલાસો થયો છે.

એકટીવા મોપેડ નંબર જીજે ૧૫ એ જે ૬૫૦૦ લઈને ત્રણ ટાબરીયાઓ બજારમાં ફરતા હતા. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે બાદ પોલીસે આ બાબતે તપાસ કરતા મોપેડના માલિક વલસાડના ખાટકી વાડ રાણા સમાજની વાડીના બાજુમાં રહેતા સરફરાજ અબ્દુલ ગફારની હોવાનું બહાર આવ્યું હતું. એમનો મોપેડ નો ઓરીજનલ નંબર જીજે ૧૫ એ એલ ૨૧૦ હતો. ઈ મેમો થી બચવા સારૂ નકલી નંબર પ્લેટ જીજે ૧૫ એજે ૬૫૦૦ લગાવ્યો હતો.

સરફરાજનો ભાણેજ વલસાડ બજારમાં એમના ત્રણ મિત્રો સાથે ખરીદી કરવા આવ્યો હતો. જે વિડીયો વાયરલ થયો હતો. જેથી પોલીસે હાલમાં સરફરાજ સામે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. SS3SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.