Western Times News

Gujarati News

10મી જાન્યુઆરીથી 5 લાખ સુધીની UPI ચુકવણી કરી શકાશે

૧૦મી જાન્યુઆરીથી ઓનલાઈન પેમેન્ટ કરવાની મર્યાદા વધારાઈ-તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્પિટલોના બિલ ચૂકવવા માટે એક સમયે મહત્તમ ૫ લાખ રૂપિયા ચૂકવી શકશે. 

(એજન્સી)નવી દિલ્હી, ઓનલાઈન પેમેન્ટ કરનારાઓને કેન્દ્ર સરકારે નવા વર્ષમાં મોટી ભેટ આપી છે. આજકાલ ઓનલાઈન પેમેન્ટનો વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પરંતુ ઓનલાઈન પેમેન્ટ કરવામાં મોટી સમસ્યા નિર્ધારિત રમકની મર્યાદા હતી.

એટલે કે સરકારે એક દિવસમાં ૧ લાખ રૂપિયાથી વધુના વ્યવહારો ઓનલાઈન કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. જો કે, હવે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલે કે NCPI એ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના સહયોગથી એટલે કે RBIએ આ સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો છે. જેના પછી એક સમયે ૫ લાખ રૂપિયાની યુપીઆઈ ચુકવણી કરી શકાય છે. જો કે, તેની કેટલીક શરતો છે, જે તમામ વપરાશકર્તાઓને જાણવી જોઈએ.

નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓ જેવી આવશ્યક સંસ્થાઓની ચુકવણી માટે એક સમયે ૫ લાખ રૂપિયાની આૅનલાઇન ચુકવણીમાં છૂટછાટ આપી છે. આ નવો નિયમ આગામી ૧૦ જાન્યુઆરીથી લાગુ થશે.

આ પછી, વપરાશકર્તાઓ તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્પિટલોના બિલ ચૂકવવા માટે એક સમયે મહત્તમ ૫ લાખ રૂપિયા ચૂકવી શકશે. આ માટે એનસીપીઆઈ દ્વારા બેંકો અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર્સને એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.