Western Times News

Gujarati News

PM મોદીએ લક્ષદ્વીપના બીચ વોકની તસવીરો પણ શેર કરી

વડાપ્રધાન મોદીએ લક્ષદ્વીપના દરિયામાં સ્નોર્કલિંગ કર્યું

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના લક્ષદ્વીપ પ્રવાસની રસપ્રદ તસવીરો શેર કરી છે. સ્નોર્કલિંગનો ફોટો શેર કરતાં પીએમ મોદી કહ્યું હતું કે લક્ષદ્વીપ એવા લોકોની યાદીમાં હોવું જોઈએ, જેઓ એડવેન્ચર કરવા માગે છે. મેં સ્નોર્કલિંગ કરવાનો પ્રયાસ કર્યો. આ એક આનંદદાયક અનુભવ હતો. પીએમ મોદીએ તેમના બીચ વોકની તસવીરો પણ શેર કરી છે. ફોટોમાં પીએમ ખુરસી પર બેસીને સમુદ્રનો નજારો જોતા જોવા મળે છે.

આ ઉપરાંત તેમણે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે પણ વાતચીત કરી હતી, જેમાં આયુષ્માન ભારત, પીએમ-કિસાન, પીએમ-આવાસ અને કિસાન ક્રેડિટ કાર્ડ જેવી યોજનાઓનો લાભ લેનારા લોકોનો સમાવેશ થાય છે.

લક્ષદ્વીપ પ્રવાસનો ફોટો શેર કરતાં પીએમ મોદીએ લખ્યું છે કે ‘લક્ષદ્વીપ માત્ર ટાપુઓનો સમૂહ નથી, એ પરંપરાઓનો વારસો છે અને એના લોકોની ભાવનાનું પ્રમાણ છે. મારી સફર શીખવાની અને વિકાસની સમૃદ્ધ રહી છે.’ સ્નોર્કલિંગ એ માસ્ક અને શ્વાસ લેવાની નળીનો ઉપયોગ કરીને પાણીની સપાટીની નજીક તરવું છે, જેને સ્નોર્કલ કહેવાય છે.

સ્નોર્કલર્સ પાણીની સપાટીથી જ પાણીના અંદરના દૃશ્ય જુએ છે, પણ પાણીમાં ઊંડી ડૂબકી મારતા નથી. વડાપ્રધાનમોદીએ કહ્યું હતં કે ‘મને લક્ષદ્વીપના લોકો વચ્ચે રહેવાનો મોકો મળ્યો. હું હજી પણ એના ટાપુઓની અદભુત સુંદરતા અને તેના લોકોની અવિશ્વસનીય હૂંફથી આશ્ચર્યચકિત છું. મને અગાટી, બાંગારામ અને કાવારત્તીમાં લોકો સાથે વાત કરવાની તક મળી. હું ટાપુના લોકોનો આભાર માનું છું.’ વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ‘અમારી સરકારનો ઉદ્દેશ વિકાસ દ્વારા લોકોના જીવનને ઉન્નત કરવાનો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.