Western Times News

Gujarati News

234 કરોડના ખર્ચે પશ્ચિમ અમદાવાદના ૩૫ રોડની ‘કાયાપલટ’ થશે

પ્રતિકાત્મક

જાન્યુઆરી મહિનામાં તંત્રે રૂ. ૨૩૪.૬૧ કરોડના ખર્ચે રોડ રિસરફેસિંગ કરવાનું આયોજન હાથ ધર્યું હોઈ તદાનુસાર અમલવારી થઈ રહી છે.

(એજન્સી)અમદાવાદ, મ્યુનિ. કોર્પાે.ના શાકો દ્વારા શહેરીજનોને સારા રોડ આપવાની દિશામાં સતત આગેકૂચ કરવામાં આવી રહી છે. લોકોને પોતાના વિસ્તારમાં મોટરેબલ રોડ મળી રહે તે માટે તંત્ર સતત પ્રયાસ કરી રહ્યું હોઈ હાલ ચાલતા જાન્યુઆરી મહિનામાં તંત્રે રૂ. ૨૩૪.૬૧ કરોડના ખર્ચે રોડ રિસરફેસિંગ કરવાનું આયોજન હાથ ધર્યું હોઈ તદાનુસાર અમલવારી થઈ રહી છે.

તંત્ર દ્વારા ચુલ જાન્યુઆરી મહિનામાં કરવાના થથાં રોડની કામગીરીની વિગત તપાસતાં પશ્ચિમ ઝોનમાં નવરંગપુરા વોર્ડના શ્રેયસબ્રિજથી ઓસવાલ ક્લબ સુધીનો ટીપી રોડ, યમુના વસાહત પાસેથી શક્તિ વિદ્યાલય તરફ જતો રોડ, વાસણા વોર્ડમાં શહીદ વન પાણીની ટાંકીથી બીઆરટીએસ સુધીનો રોડ, કંકાવટી ફ્લેટથી વાસણા ગામ સુદીના રોડને નવા કોન્ટ્રાક્ટર રિસરફેસ કરવામાં આવશે.

સ્ટેડિયમ વોર્ડમાં ઉસ્માનપુરા રોડ સ્ટોર્સથી ખોડિયારની ચાલી સુધીના ગામતળના રોડને તેની પહોળાઈ એકસમાન રહે તે રીતે રિગ્રેડ કરી રિસરફેસ કરાશે. સારમતી વોર્ડમાં સાબરમતી ફાયર સ્ટેશનથી જૈન મંદિર સુધીનો રોડે, ઉપરાંત સત્યનારાયણ સોસાયટી રોડ, ઉમા પાર્ટી પ્લોટથી પાટીદાર ચોક રોડ, કિરણ મોટર્સથી પાટીદાર ચોક રોડ, અવિચલ સોસાયટીથી વિસતમાતા મંદિર રોડ, સુરેખાપાર્કથી સીએચસી હોસ્પિટલ સુધીનો રોડ, બહુચરકૃપા બંગલોઝથી ગાંધીનગર હાઈવે સુધીનો રોડ, ટીપી નં. ૪૪માં એચ.બી. કાપડિયા સ્કૂલ પાસેનો રોડ,

અખબારનગર ડેપોથી આનંદનગર ચોકડી સુધીનો રોડ, આનંદનગર ચોકડીથી શ્રીનાથ ડેપો સુધીના રોડનું રિસરફેસિંગ કરવામાં આવશે, જે પૈકી અવિચલ સોસાયટીથી વિસતમાતા મંદિર રોડમાં પાણીની લાઈન શિફ્ટ કરવાનું કામ ચાલુ છે, જે શિફ્ટ કરાયા બાદ રિસરફેસિંગ થશે. સુરેખાપાર્કથી સીએચસી હોસ્પિટલ સુધીના રોડ પર એસ્ટેટ વિભાગ દ્વારા ડિમાર્કેશનની કામગીરી બાકી છે, જ્યારે બહુચરકૃપા બંગ્લોઝથી ગાંધીનગર હાઈવે સુધીનો રોડ

અને ટીપી નં. ૪૪માં એચ.બી. કાપડિયા સ્કૂલ પાસેના રોડમાં ખોદાણ તથા વેટમિક્સની કામગીરી ચાલુ છે તેમ મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી જણાવે છે. જ્યારે ઉત્તર પશ્ચિમ ઝોનમાં ચાંદલોડિયા વોર્ડમાં એસપી રિંગરોડથી કૌટિલ્ય-૯૯ સુધીનો રોડ ગણેશ ગોલ્ડથી અભયરત્ન થઈ નિર્માણ લાઈફસ્ટાઈલ સુધીનો રોડ અને અપેક્ષા એવન્યૂથી નવા પમ્પિંગ થઈ અણમોલ આગમન સુધીનો રોડ, બોડકદેવ વોર્ડમાં નાયરા પેટ્રોલ પંપથી લિથોÂસ્ફયર હોટલ સુધીનો રોડ, રાજપથ ક્લબ રોડ પરના એસ.કે. ફાર્મમાં આવેલા સત્યવતી ફાર્મની બાજુનો રોડ,

છનાલાલ જોષી માર્ગ રોડ પરના પ્રવીણભાઈ પટેલના બંગલાવાળો રોડ અને બોપલ બીઆરટીએસ રોડથી ઔડા લાઈબ્રેરી થઈ દેવદર્શન સુધીનો રોડ, ગોતા વોર્ડની વસંતનગર ટાઉનશિપમાં શિવપાર્કથી સૂર્યદીપ સોસાયટી તરફનો રોડ, કેએપીએસ સર્કલથી શાયોના ગ્રીન સુધીનો રોડ, મેલેરિયા ઓફિસથી ગોતા ગામ થઈ હનુમાનપુરાનો રોડ અને ઉમા ગ્રીન લેન્ડથી સિદ્ધિવિલા બંગ્લોઝને જોડતો ‘એલ’ આકારનો રોડ રિગ્રેડ કરી રિસરફેસ કરવામાં આવશે

તેમ જણાવતાં મ્યુ. સ્ટે. કમિટીના ચેરમેન દેવાંગ દાણી વધુમાં જણાવે છે, પશ્ચિમ ઝોનમાં કુલ ૧૫ રોડ, ઉત્તર પશ્ચિમ ઝોનમાં કુલ ૧૫ રોડ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં કુલ ૧૫ રોડ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં કુલ પાંચ રોડ મળીને પશ્ચિમ અમદાવાદના કુલ ૩૫ રોડનું રિસરફેસિંગ આ મહિનાના અંત સુધીમાં થઈ જશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.