Western Times News

Gujarati News

વિદેશની લાલચ આપી યુવતિ સાથે પરિણીત યુવકે 65 લાખની છેતરપિંડી આચરી

प्रतिकात्मक

૬પ લાખ રોકડા અને ૧૦ તોલા સોનું પડાવી પ્રેમીએ અંગત ફોટા વાયરલ કરવાની ધમકી આપી

ગાંધીનગર, યુએસ જવાના મોહમાં ગાંધીનગરની રર વર્ષની એક યુવતીએ પરિણીત યુવકે લાખો રૂપિયા ગુમાવા છતાં સપનું સાકાર ના થયું અને લાખો રૂપિયા ગુમાવવા પડ્યા હોવાનો ચોંકાવનારો બનાવ માણસા પોલીસમાં નોંધાયો છે. અમેરિકાની લાલચ આપી રૂ.૬પ લાખ રોકડા અને ૧૦ તોલા સોનું હડપ કરી પ્રેમીએ અંગત પળોના ફોટા વાયરલ કરવાની ધમકી પણ આપી હોવાનું પોલીસમાં સામે આવ્યું છે. A young man married to a young woman committed a fraud of 65 lakhs by luring him abroad

કબૂતરબાજીમાં કરોડો રૂપિયા અને ક્યારેક જીવ ગુમાવવાના કિસ્સા અવારનવાર પ્રકાશમાં આવતા હોવા છતાં લોકોનો વિદેશ જવાનો મોહ ઓછો થયો નથી. આવો જ એક વધુ બનાવ સામે આવ્યો છે. માણસાના પરિવારની એક રર વર્ષની અલકા (નામ બદલ્યું છે) ગાંધીનગર નજીકની કોલેજમાં ફિઝિયોથેરાપીનો અભ્યાસ કરે છે તેના માતા-પિતા ૧૪ વર્ષથી લંડનમાં રહેતા હોવાથી અહીં દાદા-નાના ભાઈ સાથે રહે છે.

જયારે નિકોલ વિસ્તારમાં રહેતા તેના કાકાના ઘરે અલકા આવતી જતી હતી તે દરમિયાન વર્ષ ર૦ર૦માં કાકાની સોસાયટીમાં રહેતા મૂળ આજોલ ગામ (તા.માણસા)ના વતની જસ્મીન રાજેન્દ્રકુમા પટેલ સાથે સંપર્ક થયો હતો ત્યારે જસ્મીન કહેતો કે મારા માતા-પિતા અમેરિકા રહે છે તારે ત્યાં જવું હોય તો મારે સારા કોન્ટેક હોવાની શેખી મારી મોટી લાલચ આપી અલકાને વશમાં કરી પ્રેમજાળમાં ફસાવી હતી. જોકે સમય જતાં જસ્મીન પરિણીત હોવાનો ભાંડો ફૂટી જતાં અલકાએ સંબંધ કાપી નાખ્યો હતો.

થોડા સમય બાદ જસ્મીન ફરીથી માણસા ગયો ત્યારે અલકા એકલી ઘરે હતી જેથી જસ્મીન કહેવા લાગેલો કે, તારે અમેરિકા જવું હોય તો લઈ જનાર એજન્ટનો સંપર્ક થયો છે, તને ઓછા ખર્ચમાં અમેરિકા પહોંચાડી દેશે અને પૈસા પણ તારે આપવાની જરૂર નથી માત્ર બેન્ક એકાઉન્‌૭માં બેલેન્સ બતાવવું પડશે, તેવુ કહી પ્રેમ સંબંધો ચાલુ રાખવા દબાણ કર્યું હતું. ઉપરાંત પોતાની પત્નીને છુટાછેડા આપીને લગ્ન કરી લેવાની ખાતરી આપી હતી.

અલકાના માતા પિતાએ બેન્ક એકાઉન્ટમાં ટુકડે-ટુકડે મોકલેલા ૬પ લાખ તેમજ લોકરમાં ૧૦ તોલા સોનાનું બિસ્કીટ હોવાની જાણ જસ્મીનને કરી હતી ત્યારે વિદેશ જવાના મોહમાં આંધળો વિશ્વાસ મુકનાર અલકા પાસેથી પૈસા પડાવવા જસ્મીને એક પછી એક દાવ ખેલવા માંડ્યો હતો. ર૦ર૧થી સપ્ટેમ્બર ર૦ર૩ સુધી ગુગલ-પે, ફોન-પે થી તેમજ કેટલીકવાર એ.ટી.એમથી તેમજ ઘરે પડેલા રોકડા ૧૦ લાખ મળીને કુલ રૂ.૬પ લાખ રોકડા,

૧૦ તોલા સોનાનુ બિસ્કીટ તેમજ અસલ ડોકયુમેન્ટ સહિતના દસ્તાવેજો આપ્યા હતા. તે પછી લાંબા સમય સુધી અમેરિકા જવાનું કોઈ ઠેકાણું નહીં પડતાં અલકાએ પૈસા અને સોનાના બિસ્કીટની ઉઘરાણી કરી હતી એટલે જસ્મીને લગ્ન નહી કરે તો ફોટા બજારમાં ફરતા કરી કેરીયર બગાડી દેવાની ધમકીઓ આપવા લાગ્યો હતો. આખરે છેતરપિંડીનો ભોગ બનેલી અલકાએ માણસા પોલીસ મથકમાં જસ્મીન રાજેન્દ્રકુમાર પટેલ સામે ફરિયાદ નોંધાવી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.