Western Times News

Gujarati News

નર્સિંગ કર્મીઓના વોશિંગ અને યુનિફોર્મ એલાઉન્સમાં વધારો

અમદાવાદ: રાજ્ય સરકારે નર્સિંગ કર્મચારીઓને મળતા યુનિફોર્મ એલાઉન્સ અને વોશિંગ એલાઉન્સમાં વધારો કર્યો છે. યુનિફોર્મ એલાઉન્સમાં પ્રતિમાસ રૂ.૩૫૦ને બદલે હવે રૂ.૪૯૦ અને વોશિંગ એલાઉન્સ રૂ.૧૫૦ના બદલે રૂ. ૨૧૦ આપવાનો નિર્ણય કરાયો છે.

આમ યુનિફોર્મ એલાઉન્સમાં રૂ. ૧૪૦નો અને વોશિંગ એલાઉન્સમાં રૂ.૬૦નો વધારો થયો છે. જેનો રાજ્યના ૨૦ હજારથી વધુ નર્સિંગ કર્મચારીઓને લાભ મળશે. જેનો અમલે તા.૧ જાન્યુઆરી ૨૦૨૦થી કરવામાં આવશે.

રાજય સરકારના આ હકારાત્મક નિર્ણયને પગલે રાજયના નર્સિંગ સમુદાયમાં ભારે ખુશીની લાગણી છવાઇ ગઇ હતી. દરમ્યાન આ અંગે નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રીએ જણાવ્યું કે, ર્નસિંગ ક્ષેત્રે કામ કરતા નર્સિંગ ફેડેરેશન દ્વારા મળેલી રજૂઆતોને ધ્યાનમાં લઈ રાજ્ય સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

નર્સિંગ કર્મચારીઓને હવે યુનિફોર્મ એલાઉન્સમાં પ્રતિમાસ રૂ.૩૫૦ને બદલે રૂ.૪૯૦ એટલે કે વાર્ષિક રૂ.૫૫૮૦ ચૂકવાશે અને વોશિંગ એલાઉન્સ રૂ.૧૫૦ના બદલે રૂ. ૨૧૦ એટલે કે વાર્ષિક રૂ.૨૫૨૦ ચૂકવવાનો નિર્ણય કર્યો છે. છેલ્લા ઘણા સમયથી નર્સિંગ કર્મચારીઓની આ મુદ્દે વિવિધ રજૂઆતો અને માંગણી સરકાર સમક્ષ હતી, જેને લઇ સરકારે હકારાત્મક અને વ્યવહારૂ અભિગમ અપનાવી નર્સિંગ સમુદાયના કર્મચારીઓને વોશીંગ અને યુનિફોર્મ એલાઉન્સમાં વધારો કરી આપવામાં આવ્યો છે. બીજીબાજુ, સરકારની આ જાહેરાત બાદ રાજયના ન‹સગ સમુદાયમાં ખુશીની લાગણી પ્રસરી ગઇ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.