Western Times News

Gujarati News

ભારતને વર્લ્ડકપ જિતાડનાર ધોનીનાં વિશ્વાસુ ક્રિકેટર-DSP પર થઈ FIR

આ કેસને કારણે તેનો પુત્ર પવન પરેશાન હતો

આઝાદ નગર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સંદીપ કુમારનું કહેવું છે કે આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે

હિસાર, તા.૫
હરિયાણાના ડાબરા ગામના ૨૭ વર્ષીય પવનના શંકાસ્પદ મોતના મામલામાં પરિવારે ત્રીજા દિવસે પણ મૃતદેહ લેવાનો ઈન્કાર કરી દીધો હતો. બુધવારે સાંજે સિવિલ હોસ્પિટલમાં સીએમઓ ઓફિસની બહાર પાર્કમાં સ્વજનો ધરણા પર બેઠા હતા. ગુરુવારે પવનની નાની બહેન સંજુની તબિયત પણ બગડી હતી, જેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

પાબરા ગામની રહેવાસી સુનીતાએ ૨ જાન્યુઆરીએ આઝાદ નગર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો હતો કે તેના ઘર અંગે અજયબીર, ઈશ્વર ઝાઝરિયા, પ્રેમ ખાટી, રાજેન્દ્ર સિહાગ, જોગીન્દર સાથે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આ કેસને કારણે તેનો પુત્ર પવન પરેશાન હતો. તેમના પુત્ર પવને ૧ જાન્યુઆરીએ આત્મહત્યા કરી હતી. પવનની માતાએ આ કેસમાં તત્કાલિન ડીએસપી અને પૂર્વ ક્રિકેટર જોગેન્દ્ર શર્મા પર અજયબીર, ઇશ્વર ઝાઝરિયા, પ્રેમ ખાટી, રાજેન્દ્ર સાથે તેના પુત્રને ટોર્ચર કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.

એફઆઈઆરમાં જોગીન્દર શર્માના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે, પરિવારના સભ્યોએ છજીઁ સમક્ષ જીઝ્રજી્‌ એક્ટની કલમ ઉમેરવા સહિતની ૯ માગણીઓ મૂકી હતી. તેમણે તમામ માંગણીઓ નિયમ મુજબ પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. આ પછી પણ તેઓ આરોપીઓની તાત્કાલિક ધરપકડની માંગ પર અડગ રહ્યા હતા. મોડી રાત સુધી વિરોધ ચાલુ રહ્યો હતો. આઝાદ નગર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સંદીપ કુમારનું કહેવું છે કે આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે. પરિવારજનો તત્કાલીન ડીએસપી પર પણ આક્ષેપ કરી રહ્યા છે.

આ મામલે હજુ તપાસ ચાલી રહી છે. બીજી તરફ તત્કાલીન ડીએસપી જોગીન્દર શર્માએ કહ્યું કે હું પવનને જાણતો નથી અને તેને ક્યારેય મળ્યો નથી. સાડા ત્રણ વર્ષના કાર્યકાળમાં ઘણી તપાસ થઈ છે. આવો કોઈ કિસ્સો અમારા ધ્યાને પણ આવ્યો નથી. ડીએસપી અશોક કુમાર સીએમઓ ઓફિસની બહાર પાર્કમાં ધરણા પર બેઠેલા પવનના પરિવારજનોને મળવા પહોંચ્યા. તેમણે પરિવારના સભ્યોને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

એ પણ કહ્યું કે જો તમે હિસાર પોલીસની તપાસથી સંતુષ્ટ નથી, તો તમે હિસાર વિભાગમાં આવતા અન્ય ચાર જિલ્લાઓમાં કોઈપણ અધિકારી દ્વારા તપાસ કરાવી શકો છો. આવી સ્થિતિમાં, પરિવારના સભ્યોએ ડીએસપીની વાત પર અસંતોષ વ્યક્ત કર્યો અને મામલાની તપાસ કરાવવા અને એએસપી સાથે વાત કરવા જણાવ્યું. લગભગ અડધો કલાક પછી છજીઁ ડૉ.રાજેશ કુમાર મોહન પરિવાર પાસે પહોંચ્યા. તેમણે પરિવારને આશ્વાસન આપ્યું હતું કે તેઓ તાત્કાલિક અસરથી આ મામલાની જાતે તપાસ કરશે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.