કોબ્રા કરતા પણ વધુ ઝેરી ઇનલેન્ડનો તાઈપન સાપ ….

કોબ્રાનું ઝેર પણ આની સામે પાણી ભરે
ઘણીવાર લોકો કિંગ કોબ્રાને વિશ્વનો સૌથી ઝેરી સાપ માને છે, પરંતુ સત્ય એ છે કે, તેના કરતાં પણ ઝેરી સાપ દુનિયામાં છે
અમદાવાદ,
જ્યારે સાપની વાત આવે છે ત્યારે માણસ ડરી જાય છે. કારણ કે સાપ ઝેરી હોય કે ન હોય, જો તે માણસની સામે આવે તો આપોઆપ ડર લાગવા લાગે છે. જ્યારે ઝેરી સાપની વાત આવે છે, ત્યારે દરેકની જીભ પર પહેલું નામ આવે છે તે કોબ્રા છે. ઘણા લોકો કિંગ કોબ્રાને દુનિયાનો સૌથી ઝેરી સાપ માને છે, પરંતુ શું તમે જાણો છો કે તેના કરતાં પણ વધુ ઝેરીલો સાપ દુનિયામાં છે. તેની સરખામણીમાં કોબ્રાનું ઝેર પણ પાણી ભરે!
લાઈવ સાયન્સ અને એઝ-એનિમલ્સ વેબસાઈટના અહેવાલો અનુસાર, આ સાપ સૌથી વધુ ક્વીન્સલેન્ડ અને દક્ષિણ ઓસ્ટ્રેલિયાના પૂરના મેદાનોમાં જોવા મળે છે. તે ૮ ફૂટ સુધી ઊંચા થઈ શકે છે. આ સાપ સાથે જોડાયેલી સૌથી ખતરનાક બાબત છે તેમનું ઝેર. આ સાપ એક ડંખથી ૪૪-૧૧૦ મિલિગ્રામ ઝેર છોડે છે, જે ૨૦૦થી વધુ માણસોને મારવા માટે પૂરતું છે. મહત્વનું છે કે, આ સાપ કરડવાની ૪૫ મિનિટમાં વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે.
હવે સવાલ એ થાય છે કે, આ સાપનું ઝેર આટલું ઝેરી કેવી રીતે? ખરેખર, આ સાપના ઝેરમાં હાયલ્યુરોનિડેઝ નામનું એન્ઝાઇમ જોવા મળે છે. તે ઝેરને વધુ ઝેરી બનાવે છે. ફક્ત આ એક એન્ઝાઇમ શરીરમાં ઝેરના અસરની ઝડપને વધારે છે, જેનાથી માણસનું મોત જલદી થાય છે. આટલા ઝેરી હોવા છતાં આ સાપ શાંત રહે છે અને માણસોથી દૂર રહેવાનું પસંદ કરે છે.
જો આ સાપ કરડે છે, તો તે વ્યક્તિને તરત જ લકવો, સ્નાયુઓને નુકસાન, આંતરિક રક્તસ્રાવ અને કિડની ફેઇલ થઈ જાય છે. જો ડંખ માર્યાની થોડીવારમાં ડોક્ટર પાસે લઈ જવામાં ન આવે તો મોત નક્કી છે. સમાગમ દરમિયાન નર સાપ માદા માટે એકબીજા સાથે લડે છે. માદા સાપ એક સમયે ૧૧થી ૨૦ ઈંડાં મૂકે છે. ઇંડામાંથી બહાર નીકળ્યા પછી બેબી તાઈપન ૧૮ ઈંચ સુધી લાંબુ થઈ શકે છે. જો કે આ સાપનો શિકાર કરનારા બહુ ઓછા જીવો છે, પરંતુ કિંગ બ્રાઉન સ્નેક અને મોનિટર લિઝાર્ડ આ સાપના બચ્ચાને ખાય છે.ss1