સીબીએસઈ ધો.૧૦-૧૨ની પરીક્ષા ૧૫ ફેબ્રુ.થી શરૂ થશે
નવી દિલ્હી, કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સીબીએસઈ) એ નવો સીબીએસઈ બોર્ડ પરીક્ષા ૨૦૨૪ નો ટાઈમટેબલ જાહેર કરી દીધો છે.
અમુક વિષયના પેપરમાં પરિવર્તન સાથે સીબીએસઈએ નવો ટાઈમટેબલ જાહેર કર્યો છે. જે પણ વિદ્યાર્થી સીબીએસસી બોર્ડની ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષા આપવાના છે તેઓ સીબીએસઈની વેબસાઈટ પર જઈને સીબીએસઈ ધોરણ-૧૦ અને ૧૨નો ટાઈમટેબલ ડાઉનલોડ કરી શકે છે.
સીબીએસઈ ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષા ૧૫ ફેબ્રુઆરીથી શરૂ થશે અને ૧૩ માર્ચ ૨૦૨૪એ પૂર્ણ થશે અને ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષા ૧૫ ફેબ્રુઆરીએ શરૂ થશે અને ૨ એપ્રિલ ૨૦૨૪એ પૂર્ણ થશે. ધોરણ ૧૦ અને ૧૨ બંનેની બોર્ડ પરીક્ષાઓ એક જ વખતમાં આયોજિત કરવામાં આવશે. શિફ્ટ-તમામ દિવસે સવારે ૧૦.૩૦થી બપોરે ૧.૩૦ વાગ્યા સુધી.
નવા ટાઈમ ટેબલ અનુસાર અમુક પેપરની પરીક્ષાની તારીખોમાં કેટલાક પરિવર્તન કરવામાં આવ્યા છે. ધોરણ ૧૦નું જે પેપર ૪ માર્ચ ૨૦૨૪એ આયોજિત થવાનું હતુ તે બદલી દેવામાં આવ્યુ છે અને હવે આ ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૪એ યોજાશે. ધોરણ ૧૦નું જે પેપર ૧૬ ફેબ્રુઆરીએ હતુ તે હવે ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૪એ યોજાશે. આ રીતે ધોરણ ૧૨ માટે ફેશન સ્ટડીસ જે ૧૧ માર્ચે હતુ તેને બદલી દેવાયુ અને હવે ૨૧ માર્ચ ૨૦૨૪એ યોજાશે.
આ રીતે ડાઉનલોડ કરો ટાઈમ ટેબલ જે વિદ્યાર્થી આ વર્ષે બોર્ડની પરીક્ષા આપવાના છે. તેઓ નીચે આપવામાં આવેલા તબક્કાનું પાલન કરીને નવો ટાઈમ ટેબલ ડાઉનલોડ કરી શકે છે. સૌથી પહેલા સીબીએસઈની સત્તાવાર વેબસાઈટ પર જાવ. હોમ પેજ પર ધોરણ ૧૦ કે ધોરણ ૧૨ માટે સીબીએસઈ બોર્ડ પરીક્ષા ૨૦૨૪ નવા ટાઈમટેબલ પર ક્લિક કરો. જે બાદ એક નવી પીડીએફ ફાઈલ ખુલશે જ્યાં વિદ્યાર્થી તારીખો જાેઈ શકે છે. પેજ ડાઉનલોડ કરો અને આગળની જરૂરિયાત માટે તેની એક હાર્ડ કોપી પોતાની પાસે રાખો. વધુ સંબંધિત માહિતી માટે ઉમેદવાર સીબીએસઈની સત્તાવાર વેબસાઈટ જાેઈ શકે છે. SS2SS