Western Times News

Gujarati News

રામ મંદિરની આ ભવ્ય અને સંપૂર્ણ ડિઝાઇન કોણે તૈયાર કરી ??

પ્રાણ પ્રતિષ્ઠાનું લાઈવ પ્રસારણ થશે

રામલલ્લાની મૂર્તિ કર્ણાટકના પ્રખ્યાત શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવી છે, આ મૂર્તિ પાંચ વર્ષના બાળકના રૂપમાં છે

વિદેશમાં પણ રામ મંદિરને લઇને લોકોમાં ઉત્સાહ

નવી દિલ્હી, અયોધ્યામાં ૨૨ જાન્યુઆરીએ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું લાઈવ ટેલિકાસ્ટ માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ થશે. તેનું લાઈવ ટેલિકાસ્ટ અમેરિકાના ન્યૂયોર્ક સિટીના પ્રખ્યાત ટાઈમ્સ સ્ક્વેર ખાતે પણ કરવામાં આવશે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, વિવિધ દેશોમાં ભારતીય દૂતાવાસોમાં પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું લાઇવ પ્રસારણ કરવામાં આવશે. આ પ્રસંગે પીએમ મોદી રામ ભક્તોને સંબોધિત કરશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે પીએમ મોદી સમારોહની તૈયારીઓ પર નજીકથી નજર રાખી રહ્યા છે અને તેમણે જે ધાર્મિક વિધિઓ અને નિયમોનું પાલન કરવું જરૂરી છે તેની વિગતવાર માહિતી પણ માંગી છે. રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાનો ૮૪ સેકન્ડનો શુભ સમય નક્કી કરવામાં આવ્યો છે. આ સમય ૨૨ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ સવારે ૧૨ઃ૨૯ થી ૧૨ઃ૩૦ સુધીનો રહેશે. મંદિરની લંબાઈ (પૂર્વથી પશ્ચિમ) ૩૮૦ ફૂટ, પહોળાઈ ૨૫૦ ફૂટ અને ઊંચાઈ ૧૬૧ ફૂટ છે. આ મંદિર ત્રણ માળનું છે, જેનો દરેક માળ ૨૦ ફૂટ ઊંચો છે. તેમાં કુલ ૩૯૨ થાંભલા અને ૪૪ દરવાજા છે.

રામલલ્લાની મૂર્તિ કર્ણાટકના પ્રખ્યાત શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવી છે. આ મૂર્તિ પાંચ વર્ષના બાળકના રૂપમાં છે., નાના મંદિરમાં હાલમાં સ્થાપિત થયેલ જૂની મૂર્તિની પણ નવી મૂર્તિની સાથે ગર્ભગૃહમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામા આવશે. આગામી ૨૨મી જાન્યુઆરીએ ૫૦૦ વર્ષ બાદ રામલલ્લા પોતાના મંદિરમાં અયોધ્યામાં બિરાજમાન થવાના છે. અયોધ્યામાં રામલલાનું મંદિર લગભગ સંપૂર્ણ રીતે તૈયાર થઇ ચૂક્યુ છે અને ટૂંક સમયમાં સામાન્ય લોકો માટે ખુલવા જઈ રહ્યું છે.

પરંતુ આજે અમે તમને અહીં ખાસ માહિતી આપી રહ્યાં છીએ, કે રામ મંદિરની આ ભવ્ય અને સંપૂર્ણ ડિઝાઇન કોણે તૈયાર કરી છે ? ૨૨ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનો અભિષેક કરવામાં આવશે, ત્યારબાદ તેને દરેક માટે ખોલવામાં આવશે. ભવ્ય રામ મંદિરની તસવીરો પણ સામે આવી છે, જેમાં જોઈ શકાય છે કે મંદિર કેટલું સુંદર છે. મંદિરની ભવ્યતા જોઈને દરેકના મનમાં એક પ્રશ્ન ઉઠી રહ્યો છે કે તેની રચના કોણે કરી છે.

રામ મંદિરના ડિઝાઇનર ચંદ્રકાંત સોમપુરા છે, જેમની ૧૫ પેઢીઓથી મંદિરોની ડિઝાઇન કરવામાં આવી રહી છે.સોમપુરા પરિવારે અત્યાર સુધીમાં દેશના અનેક મોટા મંદિરોની ડિઝાઈન તૈયાર કરી છે. જેમાં ગુજરાતના સોમનાથ મંદિર અને બિરલા મંદિરનો પણ સમાવેશ થાય છે. લગભગ ૩૦ વર્ષ પહેલા ગુજરાતના રહેવાસી ચંદ્રકાંત સોમપુરાએ રામ મંદિર આંદોલન દરમિયાન ડિઝાઇન તૈયાર કરી હતી, જેમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા હતા અને હવે તેને મંદિરનું સ્વરૂપ આપવામાં આવ્યું છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.