Western Times News

Gujarati News

ગુજરાતમાં ઘરે-ઘરે ચોરી કરતી ટોળકી કિંગ ગેન્ગ મધ્યપ્રદેશથી પકડાઇ

અમદાવાદ, ગુજરાતમાં ખૂણે ખૂણે ચોરીની ઘટનાઓને અંજામ આપી ચૂકેલી ‘કિંગ ગેન્ગ’ની ટોળકીને પોલીસે ઝડપી પાડી છે, દ્વારકા જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતી ટોળકીનો પર્દાફાશ કર્યો છે, જિલ્લાની ક્રાઇમ બ્રાન્ચની ટીમે મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાંથી ‘કિંગ ગેન્ગ’ના ચાર સભ્યોને પકડી પાડ્યા છે.

પકડાયેલી આ ટોળકી પાસેથી અંદાજિત ૩ લાખની મુદ્દામાલ જપ્ત કરવામાં આવી છે. ખાસ વાત છે કે આ ‘કિંગ ગેન્ગ’ના સભ્યોની ટીમે ગુજરાતમાં ઠેર ઠેર આતંક મચાવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે, ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ઘરફોડ ચોરીની ઘટનાઓને અંજામ આપી રહેલી ‘કિંગ ગેન્ગ’નો પર્દાફાશ કર્યો છે, દ્વારકા જિલ્લાની ક્રાઇમ બ્રાન્ચની ટીમને આ ‘કિંગ ગેન્ગ’ને પકડવામાં મોટી સફળતા મળી છે.

ક્રાઇમ બ્રાન્ચે આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતી ‘કિંગ ગેન્ગ’ને પકડી પાડી છે, પોલીસે આ ટોળકીને ૩,૨૩,૬૨૬ રૂપિયાના મુદ્દામાલ સાથે મધ્યપ્રદેશ રાજ્યના ધાર જિલ્લામાથી પકડી છે, આ ટોળકીના અત્યારે ૪ આરોપીઓ પકડાયા છે, જ્યારે અન્ય ૧૦ આરોપીઓની હજુ પણ શોધખોળ થઇ રહી છે.

ક્રાઇમ બ્રાન્ચે આ તમામને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. કિંગ ગેન્ગ’ના પડકાયેલા આરોપીઓ ગુજરાતમાં ઠેક ઠેકાણે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપતા હતા. આ પકડાયેલા આરોપીઓએ રાજ્યમાં દ્વારકા જિલ્લામાં ૨, જામનગર જિલ્લામાં ૫, અમરેલી જિલ્લામાં ૨, રાજકોટમાં ૧, સુરેન્દ્રનગરમાં ૨, મોરબીમાં ૧ , મહારાષ્ટ્ર-પુણેમાં ૧ મળી કુલ ૧૪ ઘરફોડ ચોરી તેમજ બાઈક ચોરીની કબૂલાત કરી છે.

સુરતમાંથી વધુ એક મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે, શહેરના પાલ વિસ્તારમાં ચાલતી હાટલમાં આ ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હતી, જોકે, બાતમીના આધારે એન્ટી હ્યૂમન ટ્રાફિકિંગ યૂનિટે અચાનક દરોડાની કાર્યવાહી કરી હતી, જેમાં સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો હતો, દરોડા બાદ યૂનિટે પાંચ જેટલી રૂપલલનાઓને મુક્ત કરાવી હતી, હાલમાં આ ગેરકાયદે પ્રવૃત્તિમાં બે હાટલ મેનેજરની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય આરોપીઓ ફરાર થઇ ગયા છે. તાજા માહિતી પ્રમાણે, સુરતમાં ફરી એકવાર સેક્સ રેકેટોનો ધંધો ધોમધખી રહ્યો છે.

શહેરના પાલ વિસ્તારમાં બે હાટલોમાં એન્ટી હ્યૂમન ટ્રાફિકિંગ યૂનિટે અચાનક દરોડાની કાર્યવાહી કરી હતી, જેમાં શહેરના પાલ ગૌરવપથની હાટેલો બિઝનેસની આડમાં સેક્સ રેકેટનો ધંધો ચાલી રહ્યો હતો. અચાનક એન્ટી હ્યૂમન ટ્રાફિકિંગ દરોડા પાડીને આ બન્ને હાટલોમાં ચાલતુ સેક્સ રેકેટનો ઝડપી પાડ્યુ હતુ. યૂનિટે આ દરમિયાન હાટલમાંથી પાંચ રૂપલલનાઓને પણ મુક્ત કરાવી હતી. એન્ટી હ્યૂમન ટ્રાફિકિંગે બન્ને હાટલોના મેનેજરની ધરપકડ કરી છે, જ્યારે રૂપલલનાઓના સપ્લાયરને વાન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ હાટલ ગૌરવ રાડ પર આવેલા માનાર્ક બિલ્ડીંગના ચોથા માળે આવેલી છે.

આજે વહેલી સવારે જ એન્ટી હ્યૂમન ટ્રાફિકિંગના હાટેલ ઓયા મેટ્રો અને હાટેલ માનાર્કમાં દરોડા પડ્યા હતા. બન્ને હાટેલોના માલિક જગદીશ ભવરલાલ સોની વાન્ટેડ છે. હાટેલમાં મેનેજર તરીકે કામ કરતા લક્કિસિંઘ સત્યનારાયનસિંઘ નરોકાની ધરપકડ કરાઇ છે, જ્યારે હાટેલ મોનાર્કના મેનેજર દિપક કૈલાશચંદ્ર સોનીની પણ ધરપકડ કરાઈ છે. આ ઉપરાંત હાટેલમાં વિક્રમ ઉર્ફે મિથુન જડુંનાથ જૈન જે રૂપલલનાઓની સપ્લાય કરતો હતો તેને વાન્ટેડ જાહેર કરાયો છે.

ખાસ વાત છે કે આ બન્ને હાટેલોમાં ગ્રાહકોને શરીરસુખ માણવા માટેની સવલતો પુરી પાડવામાં આવતી હતી. હાલમાં આ સમગ્ર ઘટના મામલે પાલ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવીને વધુ તપાસ એન્ટી હ્યૂમન ટ્રાફિકિંગ દ્વારા હાથ ધરવામાં આવી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.