Western Times News

Gujarati News

માલપુરમાં ધોબી પરિવારને ફૂડ પોઇઝનિંગની ઝેરી અસર થતા સારવાર અર્થે મોડાસા ખસેડાયા 

અરવલ્લી:અરવલ્લી જીલ્લાના માલપુર નગરના ધોબી પરિવારે મંગળવારે બપોરે ચાર સભ્યોએ ભોજન આરોગ્ય બાદ ઝેરી અસર થતા પરિવારના ચાર સભ્યોને એક પછી એક શરીરમાં ધ્રુજારી સાથે મોઢામાંથી ફીણ બહાર આવતા અને ઉલ્ટીઓ થતા

પરિવારજનો ગભરાઈ ગયા હતા ફૂડ પોઈઝનિંગનો ભોગ બનેલા ૪ લોકોને તાબડતોડ મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાતા તબીબોની સઘન સારવારના પગલે ૪ સદસ્યોનો આબાદ બચાવ થયો હતો

માલપુરમાં રહેતા જ્યંતિભાઈ ધોબી અને તેમના પરિવારે મંગવારે બપોરે રાબેતા મુજબ તેમની પત્નીએ બનાવેલ બાજરાનો રોટલો અને દાળ પરિવારના સદસ્યો સાથે ભોજન આરોગ્ય બાદ જયંતીભાઈ ની તબિયત લથડ્યા પછી તેમની પત્ની અને પુત્ર-પુત્રીને પણ ખોરાકી ઝેરી અસર થતા અને જયંતીભાઈને ગંભીર અસર થતા તાબડતોડ ધોબી પરિવારના ૪ સભ્યોને સારવાર અર્થે  મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડાયા હતા

જેમાં જયંતીભાઈની  સ્થિતિ નાજુક હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી ધોબી પરિવારના ૪  સદસ્યોને ફૂડ પોઈઝનિંગની અસર થતા માલપુર નગરમાં ભારે અરેરાટી વ્યાપી હતી

બાજરાના રોટલા અને દાળ આરોગવાથી ફૂડ પોઇઝનિંગ અંગે શહેરના તબીબે  જણાવ્યું હતું કે, કદાચ બાજરાનો લોટ ઘણાં સમયથી પડતર હોય જેમાં બેકટરીયા હોવાથી પેટમાં ગયા હોય અને તેની ઝેરી અસર થઈ શકે છે તેવું જણાવ્યું હતું


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.