‘Gujarat’s Roadmap for Viksit Bharat @ 2047’ વિષય પર સેમિનારનું આયોજન
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગર ખાતે #VGGS2024 ના ભાગરૂપે ‘Gujarat’s Roadmap for Viksit Bharat @ 2047’ વિષય પર આયોજિત સેમિનારમાં કેન્દ્રીય નાણાંમંત્રી શ્રીમતી નિર્મલા સિથારમન તેમજ દેશ-વિદેશના અન્ય મહાનુભાવો સાથે સહભાગી થયા હતા.
આ અવસરે મહાનુભાવોના વરદ્હસ્તે ‘વિકસિત ગુજરાત @ 2047’ ના રોડમેપને દર્શાવતા ડોક્યુમેન્ટનું વિમોચન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અમૃતકાળમાં ‘વિકસિત ભારત @ 2047’નું આહ્વાન કર્યું છે અને નીતિ આયોગના દિશાદર્શનમાં તૈયાર કરવામાં આવેલ ‘વિકસિત ગુજરાત @ 2047’ રોડમેપ દ્વારા વડાપ્રધાનશ્રીના આ આહ્વાનને વાસ્તવિક રૂપ આપવામાં ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ #VibrantGujaratGlobalSummit ના શુભારંભના દિવસે જ રોડમેપ દર્શાવતા ડોક્યુમેન્ટના લોન્ચિંગને સોનેરી અવસર ગણાવી આર્થિક, ઔદ્યોગિક તેમજ સામાજિક ક્ષેત્રોના વિકાસ સાથે વિકસિત ગુજરાતના નિર્માણ માટે નિર્ધારિત લક્ષ્યની રૂપરેખા આપી હતી.