Western Times News

Gujarati News

સરકારી મકાનોમાં આંગણવાડી શરૂ કરવા કોંગ્રેસ કોર્પોરેટરની રજુઆત

પ્રતિકાત્મક

ભાડાની સમયસર ચૂકવણી ન થતા આંગણવાડીઓમાં બંધ રાખવામાં આવતી હોવાના આક્ષેપ

(પ્રતિનિધિ) અમદાવાદ, રાજયમાં બાળકોનો બૌધ્ધિક/આંતરિક વિકાસ અને ભારતીય સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી સરકારશ્રીના મહિલા અને બાળ વિકાસ વિભાગ દવારા શહેરી અને ગ્રામ્ય કક્ષાએ આંગણવાડીઓ કાર્યરત કરવામાં આવેલ છે. શહેરી કક્ષાએ કોર્પોરેશન દવારા આ આંગણવાડીઓ કાર્યરત છે. પણ અનેક ત્રૂટિઓના કારણે શહેરી કક્ષાએ આંગણવાડીઓ બંધ થવાની શક્યતાઓ રહેલી છે તેવા આક્ષેપ ગોમતીપુર ના કોર્પોરેટર ઘ્‌વારા કરવામાં આવ્યા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોંગી કોર્પોરેટર ઇકબાલ શેખના જણાવ્યા મુજબ અમદાવાદ ઘટકમાં કોર્પોરેશનના નિયંત્રણ હેઠળ આશરે ૨૧૨૮ જેટલી આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે.

જેમાંથી સરકારી જગ્યાઓમાં ૧૩૩ અને કોર્પોરેશનની જગ્યામાં ૫૯૦ આંગણવાડી કાર્યરત છે. બીજી ૧૪૦૫ આંગણવાડીઓ ખાનગી મકાનોમાં ભાડેથી કોર્પોરેશન દવારા કાર્યરત છે. સરેરાશ આંકડાકીય માહિતી પ્રમાણે ૧૦૬૪૦૦ બાળકો શહેરની ૨૧૨૮ આંગણવાડીઓમાં પાયાનું શિક્ષણ મેળવી રહયાં છે. ઘટક પ્રમાણે પૂર્વ ઝોનમાં ૧,૬,૧૩, મધ્ય ઝોન ૫,૧૦,૧૨,દક્ષિણ ઝોનમાં ૪,૯,૧૬, ઉત્તર ઝોનમાં ૩,૮,૧૫,૧૭,પશ્ચિમ ઝોનમાં ૭,૧૪,દક્ષિણ પશ્ચિમ ૨,૧૧, ધટકો તરીકે ૧૭ ઘટકો કાર્યરત છે.

અમદાવાદ શહેરમાં કોર્પોરેશન હસ્તકની ૧૪૦૫ આંગણવાડીઓ ખાનગી ભાડાના મકાનમાં બેસતી હોય મકાન માલીક અને આંગણવાડી વર્કરો સાથે ભાડા બાબતે વારંવાર ધર્ષણ થતું હોય છે. ધણીવાર આ કાર્યરત આંગણવાડીઓ માસિક ભાડાના લઈને બંધ પણ થઈ જવાની નોબત આવે છે. પરિણામે શહેરી બાળકો આંગણવાડીઓમાં પાયાના શિક્ષણથી વંચિત રહેવા પામે છે. નાના બાળકોને નાનપણથી સારાસંસ્કારોનું સિંચન ન થાય તો તંદુરસ્ત સમાજની કલ્પના કરવી મુશ્કેલ છે.

અમદાવાદના પુર્વ વિસ્તારના ગોમતીપુર વોર્ડમાં ૦૬ ધટક આંગણવાડીઓના કાર્યરત છે. જેમાં ૯૩ આંગણવાડીઓ ચાલે છે. જેમાં કોર્પોરેશન હસ્તકની ૧૯ અન્ય ૧૯ તેમજ ભાડાના ખાનગી મકાનોમાં પપ આંગણવાડીઓ કાર્યરત છે. પુર્વ અને ગોમતીપુર અતિપછાત અને આર્થિક રીતે નબળો વિસ્તાર હોવાથી પહેલા ગોમતીપુર ઘટક ૬ માં આંગણવાડીઓ સરકારી મકાનોમાં કાર્યરત થાય તેવી વિનંતી અને ભલામણ કરતો પત્ર ગાંધીનગર લખ્યો છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.