Western Times News

Gujarati News

યમનની રાજધાની સના પર અમેરિકાનો ભારે બોમ્બમારો

વોશિંગ્ટન,  અમેરિકી સેનાએ આજે સવારે ફરી એકવાર યમનના હુથી બળવાખોરોના ઠેકાણા પર બોમ્બમારો કર્યો હતો. આ પહેલા શુક્રવારે અમેરિકાએ બ્રિટિશ સેના સાથે મળીને યમનમાં ઘણી જગ્યાએ હુથી બળવાખોરો પર મોટા પ્રમાણમાં હવાઈ હુમલા કર્યા હતા. આજે થયેલા હુમલામાં રાજધાની સનામાં હુથી બળવાખોરોના ઠેકાણાને નિશાન બનાવવામાં આવ્યા હતા.

અમેરિકા અને બ્રિટને શુક્રવારે હુથી બળવાખોરોના ૬૦થી વધુ ઠેકાણા પર સંયુક્ત હુમલો કર્યો હતો. આ સાથે જ અમેરિકાએ તેના વેપારી જહાજાેને રાતા સમુદ્રથી થોડા દિવસો દૂર રહેવાની સલાહ આપી છે. અમેરિકી પ્રમુખ જાે બાયડેને હૌથીઓ પર હવાઈ હુમલાની પુષ્ટિ કરતા કહ્યું હતું કે જાે હુથી બળવાખોરો વેપારી જહાજાેને નિશાન બનાવવાનું બંધ નહીં કરે તો તેમને ફરીથી નિશાન બનાવવામાં આવી શકે છે.

એક તરફ જ્યાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે ત્રણ મહિના કરતા પણ વધારે સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે હવે અમેરિકાના હુમલા બાદ પશ્ચિમ એશિયામાં તણાવ વધવાની ભીતિ સર્જાઈ છે.

આ હુમલા બાદ હુથી બળવાખોરોને પણ જવાબી કાર્યવાહીની ચેતવણી આપી છે. હૌથી સેનાના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ યાહ્યા સરીએ એક નિવેદનમાં કહ્યું છે કે અમેરિકાને આ હુમલાઓની સજા મળશે.

અમેરિકાનું કહેવું છે કે હવાઈ હુમલામાં હુથી બળવાખોરની તે ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા, જ્યાં વધારે વસ્તી ન હતી અને ખાસ કરીને હથિયારો, રડાર અને હુથીઓના મહત્વના ઠેકાણા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાઓમાં વધુ લોકોના મોતની કોઈ શક્યતા નથી.

અમેરિકા અને બ્રિટનના સૈન્યની કાર્યવાહી માટે વ્હાઈટ હાઉસ તરફથી હુથી બળવાખોરોને પહેલાથી જ હુમલા બંધ કરવા ચેતવણી આપી દેવામાં આવી હતી.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પણ બળવાખોરોને હુમલો કરવા માટે પ્રસ્તાવ પસાર કરાયો હતો. જેની અસર થોડા દિવસો દેખાઈ પરંતુ પછીથી ફરી હુમલા કરવાની શરૂઆત થઇ ગઇ હતી.

હૌથીઓએ અત્યાર સુધીના સૌથી મોટા હુમલા કર્યા હતા. જેના પછી હવે જવાબી કાર્યવાહીમાં અમેરિકા અને બ્રિટનના સૈન્યએ ૧૮ ડ્રોન, બે ક્રૂઝ મિસાઈલ અને એક એન્ટી શિપ મિસાઈલ તોડી પાડી હતી. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.