Western Times News

Gujarati News

હુથી પર હુમલા સાથે અમેરિકાની ઈરાનને પણ આડકતરી ધમકી

વોશિંગ્ટન, હૂતી જૂથ પર અમેરિકા અને બ્રિટનના હવાઈ હુમલા બીજા દિવસે પણ ચાલુ રહ્યા છે ત્યારે અમેરિકાએ હવે ઈરાનને પણ આડકતરી રીતે ધમકી આપી છે.

અ્‌મેરિકન રાષ્ટ્રપતિ જાે બાઈડને કહ્યુ છે કે, રેડ સીમાં હૂતી જૂથ દ્વારા ઈરાનની મદદથી જહાજાે પર હુમલા કરવામાં આવી રહયા છે.યમનમાં હૂતીઓના આશ્રય સ્થાનો પર હુમલા કરીને અમે ઈરાનને પણ સંદેશ આપી દીધો છે.

તેમણે કહ્યુ હતુ કે, જાે હૂતી જૂથ દ્વારા અમારા સહયોગીઓ સાથે આ જ પ્રકારનો વર્તાવ ચાલુ રહ્યો તો હજી પણ વધારે આકરો જવાબ આપવા માટે અમે તૈયાર છે.બાઈડને સાથે સાથે કહ્યુ હતુ કે, રેડ સીમાં જહાજાે પર હુમલાઓના કારણે વૈશ્વિક સ્તરે ક્રુડ ઓઈલની કિંમતો વધી શકે છે.

તેમના કહેવા અનુસાર હૂતી જૂથ એક આતંકવાદી સમૂહ છે અને તેને ફરી આતંકી સંગઠનોના લિસ્ટમાં સામેલ કરવા માટે અમેરિકા વિચાર કરી રહ્યુ છે.

ઉલ્લેખનીય છે કે, પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે હૂતી જૂથને આતંકવાદીઓના લિસ્ટમાં નાંખ્યુ હતુ અને બાઈડન સરકારે સત્તા સંભાળ્યા બાદ હૂતી જૂથને તેમાંથી બહાર કરી દીધુ હતુ પણ હવે બાઈડન સરકાર આ ર્નિણય પર પુન વિચારણા કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકા અને બ્રિટનની વાયુસેનાના વિમાનોએ સતત બીજા દિવસે પણ હૂતી જૂથના બેઝને ટાર્ગેટ કર્યા છે અને તેના માટે ખતરનાક ટોમ હોક ક્રુઝ મિસાઈલનો ઉપયોગ પણ કર્યો છે.હૂતી જૂથના વધતા જતા હુમલાના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.