Western Times News

Gujarati News

પતંગની દોરીના ગૂંચળાં ભેગાં કરી તેનો નિકાલ કરવા માટે AMCની 22 ટીમ કાર્યરત

પ્રતિકાત્મક

થાંભલા, વાયર-ઉંચાં ઝાડ પરથી પતંગની દોરી ઉતારવાની કામગીરી

(એજન્સી)અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પાેરેશનના સીએનસીડી વિભાગ દ્વારા આ વખતે ઉત્તરાયણ પર ગાયને ઘાસ નીરવાના ધાર્મિક મહત્વના કારણે ધર્મપ્રેમી લોકો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. તંત્રના બહેરામપુરા ખાતેના ઢોરવાડા સહિતના ચારેય ઢોરવાડામાં રૂબરૂ જઈને ધાર્મિક લોકોએ ગાયને ઘાસ, ગોળ, પાપડી વગેરે ખવડાવી પુણ્ય મેળવ્યું હતું.

દરમિયાન વધુ ૮૦ મુલાકાતીઓ એટલે કે કુલ ૫૫૦ મુલાકાતીએ તંત્રના ઢોરવાડાની મુલાકાત લઈને ગાયને ગોળ, ખીચડો, પાપડી વગેરે ખવાડાવ્યા હતા. આની સાથે સાથે તંત્રએ રોડ પર જાનહાનિ કે ઈજાના બનાવો અટકાવવા માટે પતંગની કપાયેલી દોરી ભેગી કરવાની કામગીરી હાથ દરી હતી. હવે સત્તવાળાઓએ લાઈટના થાંભલા,ચેનલના વાયર અને ઉંચા ઝાડ પર ફસાયેલી કે લપેટાયેલી દોરીને કાઢવાની કામગીરી શરૂ કરી છે.

સીએનસીડી વિભાગ દ્વારા ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણે રોડ પરની પતંગની દોરીના ગૂંચળાં ભેગાં કરી તેનો નિકાલ કરવા માટે ૨૨ ટીમને કાર્યરત કરવામાં આવી હતી. આ ટીમના ૪૩૦ કર્મચારીના સ્ટાફે છેલ્લા બે દિવસ દરમિયાન રોડ પરથી કુલ ૪૨ કિલો પતંગ દોરી એકઠી કરીને તેનો આખરી નિકાલ કર્યાે હતો. રોડ પર જાનહાનિ કે ઈજાના બનાવ ટાળવાના પ્રયાસરૂપે અલગ અલગ વિસ્તારોમાંથી આટલી દોરી એકઢી કરવામાં આવી હતી.

જે-તે વિસ્તારના સ્થાનિક લોકોને પણ સીએનસીડી વિભાગની આ કામગીરીની પ્રશંસા કરી હતી. આ દિવસો દરમિયાન તંત્રએ કુલ ૪૨ કિલોથી વધુ દોરી એકઠી કરી હોવાની વિગતો જાણવા મળી છે. હવે આજથી લાઈટના થાંભલા, ચેનલના વાયર અને ઉંચા ઝાડમાં લપેટાયેલી પતંગની દોરી એકઠી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આજતી સીએનસીડી વિભાગે પોતાની ઢોર પકડવાની કામગીરીને પણ રાબેતા મુજબ શરૂ કરી દીધી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.