Western Times News

Gujarati News

સિટી ગોલ્ડ સિનેમાને પ્રોફેશનલ ટેક્સ તાકીદે ભરવા માટે AMCએ નોટિસ ફટકારી

(એજન્સી)અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પાેરેશનમાં પ્રોફેશનલ ટેક્સની વસૂલાતને સઘન બનાવવા માટે ગત ૧ જાન્યુઆરી, ૨૦૨૪થી ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ હેઠળ સરસપુરના સિટી ગોલ્ડ સિનેમા સહિતના એકમોને પ્રોફેશનલ ટેક્સ ભર્યાે ન હોવાથી તેમને નોટિસ ઈશ્યુ કરી આ ટેક્સ તાકીદે ભરવાની સૂચના આપવામાં આવી છે.

પ્રોફેશનલ ટેક્સ વિભાગ દ્વારા શહેરના પશ્ચિમ ઝોનમાં તેજ આઈ. સુપર ઈન હોટલ વગેરેની મુલાકાત લેવામાં આવી હતી,તેમજ આ તમામ એકમોને પ્રોફેશનલ ટેક્સના નિયચમો અંગે જાણકારી આપવામાં આવી હતી. ઉત્તર પશ્ચિમ ઝોનમાં મે ફ્લાવર અને સન ફ્લાવર હોસ્પિટલની મુલાકત દરમિયાન સન ફ્લાવરના બાકી પ્રોફેશનલ ટેક્સની રિકવરી પેટે રૂ. ૫૧,૯૩૨નો ચેક જમા કરવામાં આવ્યો હતો.

જ્યારે શહેરના મધ્ય ઝોનમાં ગુજરાત ક્લબની અગાઉની મુલાકાત પેટે રૂ. ૪૮,૯૮૯ ની રિકવરી કરવામાં આવી હતી. પ્રોફેશનલ ટેક્સ ન ભર્યાે હોય કે અપૂરતો ભર્યાે હોય તેવા કિસ્સામાં નોટિસ ફટકારવામાં આવી રહી છે. તંત્રએ કુલ ૩૧૦ પ્રોફેશનલ ટેક્સધારકોને નોટિસ ઈસ્યુ કરીને કુલ રૂ. ૮,૭૮,૦૩૩ની રિકવરી કરવામાં આવી હતી. ઉપરાંત નવા નરોડામાં ઓજસ વિદ્યાલય, બાપુનગરમાં ઓરેન્જ સિનેમા,કેજી એન્ટરપ્રાઈઝ વગેરે

એકમોએ પણ પ્રોફેશનલ ટેક્સ ભર્યાે ન હોવાથી તેમને નોટિસ ફટકારી આ ટેક્સ તાકીદે ભરવાની સૂચના અપાઈ હતી. દરમિયાન, આવિભાગના ડેપ્યુટી એસેસર અને ટેક્સ કલેક્ટર ચેતવણી આપતા જણાવે છે કે, આગામી દિવસોમાં આ ઝુંબેશ વધુ વેગવંતી બનાવી પ્રોફેશનલ ટેક્સ ન ભરનારાઓની મિલકતોને સીલ પણ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.