Western Times News

Gujarati News

પોલીસનો દેવગઢ બારીયામાં ધમધમતા જુગારના ધામ ઉપર ઓચિંતો સપાટો

Files Photo

રોકડ તથા ૧૦ જેટલા મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૬૩૫૬૫/- ના મુદ્દામાલ સાથે ૧૬ જુગારીયા પકડાયા

(પ્રતિનિધિ) દેવગઢ બારિયા, જુગારને લઈને વર્ષોથી હંમેશા વિવાદમાં રહેલા અને જુગારનુ હબ ગણાતા દેવગઢ બારીયાના કાપડી વિસ્તારના ખાંડા ફળિયામાં ધોળે દહાડે ધમધમતા જુગાર ધામ પર સહસા જાગી ઉઠેલી દેવગઢબારિયા પોલીસે ઓચિંતો છાપો મારી રોકડ રકમ તથા મોબાઈલ ફોનો તથા પત્તા પાના મળી ?૬૩,૦૦૦/- ઉપરાંતના મુદ્દામાલ સાથે ૧૬ જેટલા જુગારીયાઓની ધરપકડ કરી જેલ ભેગા કર્યા જાણવા મળ્યું છે.

જાણવા મળ્યા મુજબ જુગારનું હબ ગણાતા દેવગઢબારિયાના કાપડી વિસ્તારના ખાંડા ફળિયામાં ધોળે દહાડે પત્તા પાના વડે રૂપિયા ઉપર હાર જીતનો જુગાર રમાતો હોવાની દેવગઢબારિયા પોલીસને બાતમી મળી હતી. જે બાતમીને આધારે દેવગઢ બારીયા પોલીસ સ્ટેશનના જવાબદાર સિનિયર પીએસઆઇ સી.આર દેસાઈ તેમના સ્ટાફના પોલીસ કર્મીઓ ની ટીમને સાથે લઈ

ગઈકાલ તારીખ ૧૬ જાન્યુઆરીના રોજ સવારે ૧૧ઃ૩૦ વાગ્યાના સમારે દેવગઢબારિયા કાપડી વિસ્તારમાં આવેલ ખાંડા ફળિયામાં બાતમીમાં દર્શાવેલ જાહેરસ્થળે પત્તા પાના વડે રૂપિયા ઉપર રમાતા હારજીતના જુગાર પર ઓચિંતો દરોડો પાડે તે પહેલા પોલીસે તે વિસ્તારને ચારે બાજુથી કોર્ડન કરી ત્યારબાદ દરોડો પાડી જુગાર રમી રહેલા દેવગઢ બારીયાના કાપડી વિસ્તારના જુદા જુદા ફળિયામાં રહેતા ઐયુબભાઈ અબ્દુલ્લા ચાંદા, સુલતાન હુસેનભાઇ પટેલ, શબ્બીરભાઈ મજીતભાઈ ખાંડા, અજીતભાઈ નાનાભાઈ બાંડીબારિયા, સલમાનભાઈ અહેમદભાઈ ખાંડા, યાકુબભાઈ સત્તારભાઈ ચાંદા, સાદીકભાઈ મોહમ્મદભાઈ ઘાંચી, ફિરોજભાઈ કૈયુમભાઈ બાંડીબારિયા, સોયેબ ભાઈ અહેમદભાઈ ખાંડા, સિદ્દીકભાઈ ફારુકભાઈ ખાંડા,

મજીતભાઈ રસુલભાઈ રહીમાવાલા, હકીમભાઈ મજીતભાઈ ખાંડા, સતારભાઈ યુસુફભાઈ ઘાંચી, ઇમરાન ભાઈ અજીતભાઈ કડવા, ગોધરાના સોકતભાઈ મજીતભાઈ છોટા તથા ડાંગરિયા ગામના છગનભાઈ સળુ ભાઈ કોળીને પકડી પાડી તેઓની અંગ જડતીમાંથી તથા દાવ પરના મળી કુલ રૂપિયા ૧૮,૦૬૫/- ની કુલ કિંમતની અલગ અલગ દરની ચલણી નોટો તથા રૂપિયા ૪૫,૫૦૦/- ની કુલ કિંમતના મોબાઈલ ફોન નંગ -૧૦ મળી કુલ રૂપિયા ૬૩, ૫૬૫/- નો મુદ્દા માલ પકડી પાડી કબજે લઈ પકડાયેલા તમામ જુગારીયાઓ વિરુદ્ધ જુગારનો ગુનો નોંધી દેવગઢબારીયા પોલીસે તે તમામને જેલના સળિયા પાછળ મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.