Western Times News

Gujarati News

જેસલમેરથી અમદાવાદ રજા પર આવેલા આર્મીના જવાનની મિત્રએ જ હત્યા કરી

(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં વધુ એક હત્યાનો બનાવો સામે આવ્યો છે. શહેરના અમરાઈવાડી વિસ્તારમાં સામાન્ય બોલાચાલી બાદ મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખી. બે શખ્શોએ યુવક પર હુમલો કરતા ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત, મકરસંક્રાંતિના દિવસે એક સામાન્ય બાબતમાં હત્યાનો બનાવો સામે આવતા પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને બે આરોપીઓની ધરપકડ કરી છે.

ઉતરાયણના દિવસે અમદાવાદમાં ફરી લોહિયાળ ખૂની ખેલ ખેલાયો છે. શહેરના અમરાઈવાડી વિસ્તારમાં એકઠા થયેલા મિત્રોએ એક સામાન્ય બોલાચાલીમાં હુમલો કરી હત્યા નીપજાવી છે. જોકે સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસે હત્યારા બે આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે. અમરાઈવાડી વિસ્તારમાં રહેતા નિતેશ તિવારીની ઉત્તરાયણના દિવસે મિત્રએ જ હત્યા કરી દીધી હતી.

જેસલમેર ખાતે ઇન્ડિયન આર્મીમાં સિપાહી તરીકે ફરજ બજાવતો તેનો મિત્ર મુકેશ ચૌહાણ રજા લઈને તેને મળવા આવ્યો હતો. જેસલમેરથી અમદાવાદ આવીને મુકેશ અમરાઈવાડીમાં નિતેશ તિવારીના ઘરે જ રોકાયો હતો. નિતેશ તિવારી અને તેનો મિત્ર મુકેશ ચૌહાણ સાંજના સમયે મેટ્રો પિલ્લર નંબર ૬૧ ની આસપાસ ચા પાણી પીવા ગયા હતા. જ્યાં નિતેશ તિવારીનો અન્ય મિત્રો અજીત ઉર્ફે હંસરાજ ચૌહાણ અને તુષાર ગુપ્તા પણ ત્યાં ઉભા હતા.

નિતેશ તિવારી અને અજીત ચૌહાણની વાતચીત દરમિયાન બોલાચાલી થઈ હતી અને આ બોલાચાલી ઉગ્ર બનતા અજીત ચૌહાણ નિતેશને માર મારવા લગ્યો હતો. જેથી અજીત સાથે રહેલા તેના અન્ય મિત્ર તુષાર ગુપ્તા પણ નીતેશને માર મારવા લાગેલો અને અજીતનું ઉપરાણું લઈ તુષાર ગુપ્તાએ પોતાના પાસે રહેલી છરીથી નિતેશ પર હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત નિતેશને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો

જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. આરોપીઓની પૂછપરછમાં પોલીસ સમક્ષ બતાવાઈ રહ્યુ છે કે, નિતેશ તિવારી તેમજ અજીત વચ્ચે જાતિ વિષયક શબ્દોને લઈને બોલાચાલી થઈ હતી. જેથી અજીત ઉશ્કેરાઈ જઈ નિતેશ પર હુમલો કર્યો હતો. જો કે અજીતની સાથે આવેલો તેનો મિત્ર એ પણ અજીતનો સાથ આપી તેની પાસે રહેલી ચાકુ વડે નિતેશને માર માર્યો હતો. સમગ્ર ઘટના બાદ ફરિયાદના આધારે અમરાઈવાડી પોલીસે અજીત ચૌહાણ તેમજ તુષાર ગુપ્તાની ધરપકડ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.