Western Times News

Gujarati News

દેશમાં ચોવિસ કલાકમાં કોરોનાના ૩૫૫ નવા કેસ

નવી દિલ્હી, ભારતમાં છેલ્લા દોઢ મહિનામાં કોરોનાના કેસમાં વધારો જાેવા મળ્યો હતો. ૩૧ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ એક જ દિવસમાં સૌથી વધુ ૮૪૧ નવા કેસ નોંધાયા હતા, ત્યારબાદ કોસમાં વધારો જાેવા મળ્યો નથી.

કુલ સક્રિય કેસમાંથી મોટાભાગના (લગભગ ૯૨ ટકા) સેલ્ફ આઈસોલેશન અને સામાન્ય સારવારથી સ્વસ્થ થઈ રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, કોરોના સક્રિય કેસ હવે ૨૧ ડિસેમ્બર, ૨૦૨૩ બાદ સૌથી નીચા સ્તરે આવી ગયા છે. આજે દેશમાં એક દિવસમાં ૩૫૫ નવા કેસની પુષ્ટિ થઈ છે અને સક્રિય કેસોની સંખ્યા ૨,૩૩૧ છે.

ગઈકાલે ઈન્ડિયન સાર્સ-કોવ-૨ જેનોમિક્સ કન્સોર્ટિયમ (ઈન્સાકોગ) દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, દેશમાં કોરોના સબ-વેરિયન્ટ જેએન.૧ના કુલ કેસોની સંખ્યા હવે ૧,૨૨૬ છે. કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં અત્યાર સુધીમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. જેએન.૧ ૧૭ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં જાેવા મળ્યો છે. કર્ણાટકમાં જેએન.૧ના ૨૩૪, આંધ્રપ્રદેશ ૧૮૯, મહારાષ્ટ્ર ૧૭૦, કેરળ ૧૫૬, પશ્ચિમ બંગાળ ૯૬, ગોવા ૯૦, તમિલનાડુ ૮૮, ગુજરાત ૭૬, રાજસ્થાન ૩૭, તેલંગણા ૩૨, છત્તીસગઢ ૨૫, દિલ્હી ૧૬, ઉત્તર પ્રદેશ ૦૭, હરિયાણા ૦૫, ઓડિશા ૦૩, ઉત્તરાખંડ ૦૧ અને નાગાલેન્ડમાં ૦૧ કેસ નોંધાય છે.

દેશમાં જેએન.૧ સબ-વેરિયન્ટનો પ્રથમ કેસ ઓગસ્ટમાં સામે આવ્યો હતો. નવો વેરિયન્ટ ઓમિક્રોન (ઓમિક્રોન)નો સબ-વેરિયન્ટ બીએ.૨.૮૬માંથી ઉદભવ્યો છે. ૨૦૨૨ની શરૂઆતમાં કોરોના કેસોમાં વધારો થવાનું મુખ્યકારણ બીએ.૨.૮૬ જ હતો. બીએ.૨.૮૬ વધુ ફેલાયો ન હતો, પરંતુ તેને નિષ્ણાંતોની ચિંતા વધારી દીધી હતી, કારણ કે, બીએ.૨.૮૬માં સ્પાઈક પ્રોટીન પર વધારાના પરિવર્તનો થયા હતા અને તેની જેમ જેએન.૧ના સ્પાઈક પ્રોટીનમાં પણ એક વધારાનું પરિવર્તન થયું છે.

નિષ્ણાંતોનું કહેવું છે કે, વિશ્વસ્તરે કેસોમાં વધારો થાય બાદ સામે આવ્યું છે કે, જેએન.૧ ઓમિક્રોનું સબ-વેરિયન્ટ છે, જે મજબૂત ઈમ્યૂનિટી ધરાવતા લોકોને પણ સરળતાથી સંક્રમિત કરી શકે છે. યૂએસ સેન્ટર ફૉર ડિજીજ કંટ્રોલ (સીડીસી)એ નવા વેરિયન્ટને ઝડપી ફેલાતો હોવાનો ખુલાસો કર્યો છે. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.