Western Times News

Gujarati News

અમદાવાદમાં શ્રી રામરાજ્ય બ્રિજ, શ્રી રામસેતુ અને શ્રી લક્ષમણબ્રિજ ક્યાં આવેલા છે જાણો છો?

AMC મ્યુનિસિપલ તંત્ર ‘રામમય’: રાજેન્દ્ર પાર્ક બ્રિજને ‘શ્રી રામરાજ્ય બ્રિજ’ નામ અપાયું

અજિત મિલ બ્રિજ અને સોનીની ચાલી બ્રિજ શ્રી રામસેતુ બન્યો-ઓઢવના જીઆઈડીસી પાર્ટી પ્લોટનું નામ શ્રીરામ પાર્ટી પ્લોટ અપાયું છે-વિરાટનગરના જ અજિત મિલ બ્રિજને શ્રી લક્ષમણબ્રિજ નામ અપાયું છે.

(એજન્સી)અમદાવાદ, અયોધ્યા ખાતે ૫૦૦ વર્ષના સંઘર્ષ બાદ નિર્માણ પામેલા ભવ્યાતિભવ્ય રામમંદિરમાં સોમવારે બપોરે ભારે ધામધૂમથી શ્રી
રામલલ્લાની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવી હતી. આ મંગળ અવસરને વધાવવા માટે સમગ્ર દેશની સાથે સાથે ગુજરાત અને અમદાવાદ પણ રામમય બની ગયાં છે.

મ્યુનિસિપલ કોર્પાેરેશનના શાસકોએ કરોડો રૂપિયાના ખર્ચે વિકાસ પ્રોજેક્ટ તૈયાર કરાવ્યા હોવાથી આ તમામ પ્રોજેક્ટને ભગવાન શ્રીરામના નામ સાથે સાંકળી લેવામાં આવ્યા છે. અગાઉ પણ મ્યુનિસિપલ તંત્ર વિવિધ કાર્યક્રમોના આયોજનોથી રામમય બન્યું હતું અને હવે વિવિધ સ્થળોને રામ,લક્ષ્મણ, લવ-કુશ વગેરેનાં નામ સાથે સાંકળીને ફરીથી મ્યુનિસિપલ સત્તાવાળાઓએ પ્રભુ શ્રીરામની અનોખી આરાધના કરી છે.

શહેરના સાસકોએ શ્રીરામ પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવને વધાવવા માટે શહેરના સાતેય ઝોનમાં બે બે સ્થળોએ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજ્યા હતા, જેમાં ઘાટલોડિયામાં યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દર પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતા. અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ પર નિર્મિત શ્રીરામલલ્લાના પ્રાણપ્રતિષ્ઠાના મહોત્સવની ઉજવણી તેમજ સામૂહિક રાષ્ટ્રીય ચેતનાનાં જાગરણ માટે અને લોકોના ઉલ્લાસમાં સહભાગી થવા શાસકોએ લોકડાયરો અને ગીતસંગીતના કાર્યક્રમો યોજીને અમદાવાદીઓને શ્રીરામની ભક્તિના રસમાં તરબોળ કરી દીધા હતા.

સોમવાર સવારથી મ્યુનિસિપલ કોર્પાેરેશનની માલિકીના ૧૨૬ એલઈડી સ્ક્રીન ઉપર પણ લોકોએ ઠેર ઠેર ટોળે વળીને શ્રીરામ મંદિર ખાતેની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠાના જીવંત પ્રસારણને નિહાળ્યું હતું. આજે અમદાવાદને પણ મ્યુનિસિપલ કોર્પાેરેશનને આકર્ષક રોશનીથી મઢી લીધું છે. આ ઉપરાંત નિકોલ વિધાનસભા વિસ્તારમાં આવેલા ઓઢવ અને વિરાટનગર વોર્ડમાં વિવિધ સ્થળોનાં ભગવાનશ્રીરામ સાથે સાંકળી લેનારાં નામાભિધાન કરાયાં હતાં.

જે મુજબ હવે વિરાટનગરનો રાજેન્દ્ર પાર્કબ્રિજ શ્રી રામરાજ્યબ્રિજ બન્યો છે અને સોનીના ચાલીબ્રિજ શ્રીરામસેતુ તરીકે ઓળખાશે. વિરાટનગરના જ અજિત મિલબ્રિજને શ્રી લક્ષમણબ્રિજ નામ અપાયું છે.

ઓઢવના જીઆઈડીસી પાર્ટી પ્લોટનું નામ શ્રીરામ પાર્ટી પ્લોટ અપાયું છે, જ્યારે ઓઢળની શિવદર્શન સોસાયટી પાસેનો ગાર્ડન શ્રી શબરી વાટીકા બન્યો છે. ઓઢવ ગામનો બગીચો હવે પછી શ્રી અયોધ્યા વન તરીકે ઓળખાશે, જ્યારે ઓઢવ ગામ તળાવને ભગવાન સ્રીરામ અને સીતાજીના સુપુત્રો લવ-કુશના નામ પરતી શ્રી લવકુશ તળાવ એવું નામ અપાયું છં વિરાટનગરના ફુવારા સર્કલને શહેરના શાસકોએ શ્રી કેસરીનંદન ચોક નામ આપ્યું છે.

ઓઢવની અંબિકાનગરની લાઈબ્રેરી શ્રી વાલ્મીકી ઋષિ ઉપરાંત વિરાટનગરબ્રિજને શ્રી વિશ્વક્રમાબ્રિજ, ઓઢવના ૧૦૦ ફૂટ રિંગ રોડ પરના આંજણા ચોકને શ્રી અર્બુદા દેવી ચોક એવું નામ અપાયું છે. રૂ. ૨૨ કરોડના ખર્ચે તૈયાર થયેલાં વિવિધ વિકાસકાર્યાે તેમજ બ્રિજ, તળાવ, લાઈબ્રેરી વગેરેના નામાભિધાન રાજ્યકક્ષાના પ્રધાન જગદીશ વિશ્વકર્માના હસ્તે કરવામાં આવ્યા હતાં.

જેમાં મેયર પ્રતિષ્ઠા જૈન, સંસદસભ્ય હસમુખ પટેલ, ધારાસભ્ય કંચન રાદડિયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી વગેરે મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ સ્થાનિક નાગરિકોએ મોટી સંખ્યામાં આયોજનથી સમ્ગર વાતાવરણને રામમંય બનાવી દીધું હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.