મોર્નિગ સીક્નેસ્સ ગર્ભાવસ્થાનું પહેલું લક્ષણ હોય છે
હળવો માથાનો દુખાવો પણ રહેતો હોય છે . જે સવારે વહેલા ઉઠતાની સાથે જ શરુ થઇ જાય છે ,ને જેમ જેમ દિવસ ચડે છે એમ ઓછા થતા જોવા મળે છે.
આમ તો ર્મોનિંગ સીક્નેસ્સના લક્ષણોમાં મોટે ભાગે ઉબકા ઉલટીની ફરિયાદ જોવા મળે છે .સાથે સાથે અમુક સ્ત્રીમાં કોઇક વાર હળવો માથાનો દુખાવો પણ રહેતો હોય છે . જે સવારે વહેલા ઉઠતાની સાથે જ શરુ થઇ જાય છે ,ને જેમ જેમ દિવસ ચડે છે એમ ઓછા થતા જોવા મળે છે. તેના નામ પ્રમાણે ફક્ત સવારના ગાળા પુરતું મર્યાદિત ન રહેતા એના લક્ષણો દિવસના કોઈ પણ સમયગાળામાં જોવા મળી શકે છે.
ર્મોનિંગ સીક્નેસ્સના લક્ષણો સામાન્ય રીતે ગર્ભ રહેવાના ૪ થી ૬ અઠવાડિયાથી શરુ કરીને લગભગ ૧૪ થી ૧૬ અઠવાડિયા સુધી રહેતા હોય છે .અમુક માતાઓમાં ગર્ભાવસ્થાના તમામ ૯ મહિના દરમિયાન પણ થોડી ઘણી માત્રામાં રહેતા હોય છે. ગર્ભાવસ્થા દરમિયાન થતા ઉબકા ઉલટી ને એકદમ સામાન્ય ભાષામાં ર્મોનિંગ સીક્નેસ્સ તરીકે ઓળખીએ છીએ.
આમ તો આ તકલીફને તકલીફ ન કહેતા ખુબ સામાન્ય રીતે જોવા મળતું ગર્ભાવસ્થાનું પહેલું લક્ષણ છે. આ પ્રકારની સમસ્યા તમામ સગર્ભા સ્ત્રીઓ પૈકી ૫૦% થી પણ વધુ સ્ત્રીઓમાં સ્વાભાવિક રીતે જ જોવા મળે છે કોઇક સ્ત્રીઓમાં તો રંધાતા ખોરાક કે બીજ કોઈ ખાદ્ય પદાર્થ ની ગંધ નાકે પડતાની સાથે જ વોમીટીંગ થશે એવું અનુભવતી હોય છે.
ઘણી વખત અમુક કિસ્સામાં જયારે ઉલટીનું પ્રમાણ એટલું વધારે હોય કે જેને પરિણામે કંઇ પણ ખાય ને તરત જ એ ઉલટી રૂપે બહાર નીકળી જાય એવું પણ બનતું હોય છે .આ પ્રકારના લક્ષણને. જે શરીરમાં પાણીનું અપૂરતું પ્રમાણ, પોષણ સંબંધી સમસ્યા કે બીજા જોખમી પરિણામો પણ ઉભા કરી શકે છે. આ પ્રકારની સમસ્યા જૂજ જોવા મળે છે છતાં તુરંત જ યોગ્ય સારવાર માગી લેનારી છે. ઘણી વખત હળવી માત્રામાં થતા ઉબકા ઉલટી પણ જો આખો દિવસ યથાવત રહે તો એ માતા માટે થકવી નાખતી તકલીફ બની રહે છે .
ર્મોનિંગ સીક્નેસ્સના કારણોઃ ર્મોનિંગ સીક્નેસ્સ થવા પાછળનું કોઈ એક જ કે સચોટ કારણ જણાયું નથી .આમ છતાં, એકસાથે ઘણા કારણોને લીધે ગર્ભાવસ્થા દરમિયાન થતા શારીરિક ફેરફારોને પરિણામે જ આ પ્રકારની તકલીફ થતી હોય છે. ગર્ભાવસ્થાના શરૂઆતના સમયગાળામાં હ્યુમન કોરીઓનીક ગોનેડોટ્રોપીન જે સ્ત્રાવ થાય છે તે ક્યાંકને ક્યાંક પરોક્ષ રીતે ઉબકા ઉલટી થવા માટે અમુક અંશે જવાબદાર ગણાય છે .
ઈસ્ટરોજન નામના અન્તઃસ્તાવની પણ થોડા ઘણા અંશે માતામાં શારીરિક અસર પડે છે એક ધારણા પ્રમાણે અમુક સંવેદનશીલ સ્ત્રીઓમાં તાણની સીધી અસરના ભાગરૂપે પણ શારીરિક રીતે ઉબકા ઉલટીની સમસ્યા જોવા મળે છે. ગર્ભવતી માતાઓમાં નજીકના વાતાવરણમાં ફેલાયેલી ગંધ કે દુર્ગંધ પારખવાની ક્ષમતા થોડી અસામાન્ય થઇ જતી હોય છે .જેને પરિણામે બ્રેઈન દ્વારા ઉલટી થવા માટે જવાબદાર પરિબળો એક્ટીવ થાય છે
ખાસ તો જે ખાદ્ય પદાર્થને જોતા કે તેની ગંધ થી તકલીફ થતી હોય એ જાણી લઇ ને એ જ ખોરાક ને શક્ય હોય તો ટાળવો અથવાતો એને બીજા સ્વરૂપમાં એટલે કે એમાં સ્વાદ ના મનભાવતા ફેરફાર કરીને લઇ શકાય. ર્મોનિંગ સીક્નેસ્સના ઉપાયો ગર્ભાવસ્થાના એકદમ શરૂઆતના સમયગાળામાં થતી સામાન્ય ઉલટી ઘરે જ થોડી યોગ્ય સંભાળ દ્વારા જ માતા નું ધ્યાન રાખી શકાય .
જેમકે, થોડા થોડા સમયે કઈ ને કઈ ફાવે એવું લિક્વીડ ઓછી માત્રામાં લેતા રહેવું જોઈએ .જેમકે, ફ્રૂટ જ્યુસ, ગ્લુકોઝનું કે લીંબુ પાણી .ઉપરાંત, એવું કહી શકાય કે એટલે કે એક નાના બાળકની જેમ ઓછી માત્રામાં પણ ઓછા સમયાંતરે કઈ ને કઈ લેતા રહેવું વધુ હિતાવહ છે .જેથી એકસાથે વધુ બલ્કમાં ખાવાથી થતી અસરને ટાળી શકાય સવારે ઉઠ્યા બાદ એક ચમચી લીંબુ રસ અને એક ટીપા જેટલો આદુનો રસ લઇ શકાય જો ફાવે તો તેમજ લવિંગ વગેરે ચૂસવાથી પણ ઉબકામાં થોડો ફર્ક પડી શકે
ગર્ભાવસ્થા એક એવી અવસ્થા છે જેમાં માતાના સ્વાસ્થ્યની સાથે બાળકનું સ્વાસ્થ્ય પણ તંદુરસ્ત રહે એ એટલું જ આવશ્યક બની રહે છે . હવે આ સમયે જો માતા તેની કોઈ પણ તકલીફ માટે આડઅસર રહિત તેમજ કુદરતી તત્વોમાંથી બનતી દવાઓ દ્વારા સારવાર લે તો તે માતા તેમજ બાળક બન્ને માટે ખૂબ જ આવશ્યક બની રહે છે . પાણી પુરતા પ્રમાણમાં પીવું (ઉનાળામાં ખાંડ, મીઠું નાખીને). લીંબુ, નારંગી, નાળિયેર ના પાણી લેવા .તમાકુ, આલ્કોહોલનું સેવન ન કરવું. ચોખ્ખા, ખુલતા, સુતરાઉ (કોટન) કપડાં પહેરવાં. સારું સંગીત તથા ચોપડીઓ નું વાંચન કરવું.
હળવા કોમેડી મુવીઝ જોવા. વધારે પોશાક તત્વો વાળો અને વધારે પ્રોટીન, આર્યન, કેલ્શિયમ અને પ્રોટીનવાળો ખોરાક લેવો પ્રોટીન , દાળ અને કઠોળ માંથી મળે છે. કૅલ્શિયમ , દૂધ ,દૂધની બનાવટ અને કેળા માંથી મળે છે વિટામીન , બધા શાકભાજી અને ફળોમાંથી મળે છે. પાણીપુરી, શેરડીનો રસ, બરફગોળા ન ખાવા(બહાર મળતા) . થોડું-થોડું દિવસમાં ૫-૭ વખત ખાવું. તીખું, તળેલું, મસાલાવાળું ના ખાવું. ઉપચાર વર્ણવેલ સિન્ડ્રોમનું મુખ્ય સિદ્ધાંત પેટની કામગીરી અને નિર્જલીકરણની નિવારણનું સામાન્યરણ છે. ગર્ભાવસ્થા દરમિયાન ઉલ્ટી હળવા અથવા મધ્યમ હોય તો, નિષ્ણાતો નીચેના ભલામણ કરે છેઃ
જાગૃત થયા પછી તરત ખાવા-પીવા માટે કંઈક. યોગ્ય બીસ્કીટ અથવા બીસ્કીટ. મીઠાઈ ચા પીવા માટે સપર વચ્ચે લીંબુ, નારંગી અથવા મેન્ડરિનને પાણીમાં ઉમેરીને કેટલીક સ્ત્રીઓને ઉબકામાંથી છુટકારો મેળવવા માટે મદદ કરવામાં આવે છે. સ્વસ્થ, પ્રવાહી અને ગરમ ખોરાક પસંદ કરો. પ્રથમ વાનગીઓ ડાયજેસ્ટ કરવા સરળ છે અને ઉબકો ઉશ્કેરવાની શક્યતા ઓછી છે. તીક્ષ્ણ, ધૂમ્રપાન અને ફેટી ખોરાકને સંપૂર્ણપણે છોડી દેવા તે ઇચ્છનીય છે.
ઉબકા ઉલટીની તજનો ઉકાળો પીવાથી ઊલટી મટે છે. એક એક તોલો દ્રાક્ષ અને ધાણા વાટી પાણીમાં એક રસ કરી પીવાથી પિત્તની ઊલટી મટે છે. અર્ધો કપ ગરમ પાણીમાં ૧ ગ્રામ ખાવાનો સોડા નાખી પીવાથી ઊલટી મટે છે. લીંબુ ભસ્મ, આરોગ્યવર્ધીનીવટી, પિત્તની ઉલ્ટી માટે અવિપત્તિકાર ચૂર્ણ, શંખવટી, કપૂર કાચલી, નો ઉકાળો થી ઊલટી મટે છે. બીજા ઘણા પ્રયોગો એવા છે જ વૈદ્ય ની દેખરેખ હેટળ કરવાજ યોગ્ય છે.
લીંબુ કાપી તેના ઉપર ખાંડ ભભરાવીને ચુસવાથી અન્નવિકારથી થતી ઊલટી મટે છે. તુલસી અને આદુંનો રસ મધ સાથે લેવાથી ઊલટી મટે છે. એલચી અને તુલસીનાં પાન ખાવાથી ઊલટી મટે છે. ગાડી કે મોટર બસની મુસાફરીમાં ચક્કર આવે અથવા ઊલટી થવા માંડે ત્યારે મોંમા લવિંગ અથવા તજ રાખી ચુસવાથી ચક્કર અને ઊલટી મટે છે.