Western Times News

Gujarati News

બ્લડ પ્રેશરના દર્દીઓને રાહત આપતું કાપડ સુરતમાં શોધાયું

(એજન્સી)સુરત, બ્લ્ડ પ્રેશરના દર્દીઓ માટે સુરતની મંત્રા મેન મેટ ટેક્સટાઈલ રિસર્ચ એસોસિએશને ખાસ યાર્ન તૈયાર કર્યું છે. આ યાર્નથી હાઈ બ્લડ પ્રેશરના દર્દીને રાહત મળશે. આ યાર્ન બામ્બુ ચારકોલથી તૈયાર કરાયું છે. જેનાથી જો ભવિષ્યમાં ફેબ્રિક બનાવવામાં આવશે તો લોકોને બ્લડ પ્રેશર જેવી સમસ્યાથી રાહત મળી શકશે. જો કોઈ વ્યક્તિને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય અને તેઓ આ તૈયાર ફેબ્રિક પહેરશે તો તેમને ૨૦ થી ૩૦ ટકા બ્લડપ્રેશર ડાઉન કરવામાં મદદ મળી રહેશે.

એટલું જ નહીં આવનાર દિવસોમાં આ ફેબ્રિકથી જોઈન્ટ પેઇન માટે જે શોક્સ પહેરવામાં આવે છે તે પણ તૈયાર કરી શકાશે. મંત્રા મેન મેટ ટેક્સટાઇલ રિસર્ચ એસોસિએશન (મિનિસ્ટ્રી ઓફ ટેકટર ટેક્સટાઇલ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા) દ્વારા એક ખાસ યાર્ન કરવામાં આવ્યું છે. જેનાથી બ્લડ પ્રેશરના દર્દીઓને રાહત મળશે. આ યાર્નથી બીપીના દર્દીઓને હાઈ બ્લડ પ્રેશરના સમયે ૨૦ થી ૩૦ ટકા રાહત મળી રહેશે.

આ યાર્ન બામ્બુ ચારકોલથી તૈયાર કરવામાં આવ્યું. પ્રથમ સંશોધન છે બામ્બુને સળગાવી જે ચારકોલ ઉત્પન્ન થાય છે તેમાં પોલિસ્ટર મિક્સ કરી યાર્ન બનાવવામાં આવ્યું છે. ટેક્સટાઇલ ઉદ્યોગ માટે સુરત પ્રખ્યાત છે પરંતુ હવે આ ઉદ્યોગમાં લોકોને વધુ સારી ક્વોલિટીનો ફેબ્રિક મળી રહે આ માટે મંત્રા સંશોધન કરતી હોય છે. આ વખતે મંત્રા દ્વારા ખાસ બામ્બુ ચારકોલ યાર્ન સંશોધિત કરવામાં આવ્યું છે

જેનાથી જો ભવિષ્યમાં ફેબ્રિક બનાવવામાં આવશે તો લોકોને બ્લડ પ્રેશર જેવી સમસ્યાથી રાહત મળી શકશે. મંત્રા સંસ્થાનના ડિરેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિને હાઈ બ્લડ પ્રેસર ની સમસ્યા હોય અને તેઓ આ તૈયાર ફેબ્રિક પહેરશે તો તેમને ૨૦ થી ૩૦ ટકા બ્લડપ્રેશર ડાઉન કરવામાં મદદ મળી રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.