Western Times News

Gujarati News

નડીયાદમાં ઓછા માઇક્રોનવાળી થેલીઓનો ઉપયોગ કર્યાે તો સમજો આવી બન્યુ

પ્રતિકાત્મક

નડિયાદમાં ગંદકીના મુદ્દે છેલ્લા ઘણા સમયથી ઘણા પ્રશ્નો ઉઠ્યા છે પાલિકા દ્વારા છેલ્લા 15- 20 દિવસથી સફાઈ અભિયાન તેજ બનાવ્યું છે જોકે હજુ પણ ઘણી જગ્યાએ પ્લાસ્ટિકની થેલીઓ કે ઝભલા નિયમ થી ઓછી માએકોન વાળા વેપારીઓ પોતાની વસ્તુ માટે વાપરતા હોવાની બુમો ઉઠતા પાલિકાએ આ બાબતે ઝુંબેશ હાથ ધરી છે ખાસ કરીને શાક માર્કેટમાં બે રોક ટોક આવા ઝભલાઓનો ઉપયોગ થાય છે ત્યારે પાલિકાએ જો કોઈ વ્યાપારી અથવા તો ખરીદનાર આવા ઝબલા નો ઉપયોગ કરતા નજરે પડશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે

નડિયાદ પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર મયંક દેસાઈએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પાલિકા તંત્ર દ્વારા સફાઈ ઝુંબેશ રાત દિવસ ચાલી રહી છે અમારા ધ્યાનમાં એવી વાત આવી છે કે શાક માર્કેટમાં કોઈ શાક વેચનાર વેપારી ગ્રાહકને ઝબલું ના આપે તો ગ્રાહકો તેની પાસેથી ખરીદતા નથી અને ફરજિયાત પણે ઝબલાની અપેક્ષા રાખતા હોય છે ટકોર કરતા અમે કાયદો જાણીએ છીએ તેમ કહીને ખોટી દાદાગીરી કરતા હોવાનું પણ ધ્યાનમાં આવ્યું છે

ત્યારે પાલિકાએ નક્કી કર્યું છે કે 120 માઈક્રોન કરતા ઓછી ક્ષમતાવાળી થેલી કે જબલું કોઈ ઉપયોગ કરશે અને પકડાશે તો તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ માત્ર વ્યાપારી પૂરતું જ નથી પરંતુ ગ્રાહકોને પણ ધ્યાન રાખવું જોઈએ.. નગર ને ગ્રીન સિટી બનાવવા માટે જનતાના સહકાર  ની પણ જરૂર છે ફેરિયા  પણ આવા ઝબલા નો ઉપયોગ કરતા હોય છે

ત્યારે તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે આગામી સમયમાં પાલિકા દ્વારા સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી થશે અને આ કેમેરામાં ગંદકી કરતાં કે આવા ઝબલા નો ઉપયોગ કરતા કોઈ પકડાશે તો તેની સામે પણ કાયદેસર કાર્યક્રમ કરવામાં આવશે એટલે પ્રજાને આ બાબતે જાગૃત બનીને પાલિકાના સફાઈ ઝુંબેશમાં શહકાર આપવો જોઈએ.

શાકમાર્કેટમાં શાકભાજી વેચનાર  કેટલાક તમાકુના ગુટકાના વ્યસની હોય છે તે ગમે ત્યાં થૂકે છે અને ગંદકી કરતા હોય છે તેમની સામે પર કાર્યવાહી કરવા માટે પાલિકા તંત્ર સજ્જ બન્યું છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.