Western Times News

Gujarati News

પાકની લણણી પછીની પ્રવૃત્તિઓમાં જાહેર- ખાનગી રોકાણને વધુ પ્રોત્સાહન અપાશે

નવી દિલ્હી, નાણામંત્રી ર્નિમલા સીતારમણ છઠ્ઠી વખત બજેટ રજૂ કરી રહ્યા છે. સંસદમાં વચગાળાનું બજેટ રજૂ કરતાં નાણામંત્રીએ જણાવ્યું હતું કે, કૃષિ ક્ષેત્રના વધુ વિકાસ માટે સરકાર પાકની લણણી પછીની પ્રવૃત્તિઓમાં જાહેર અને ખાનગી રોકાણને વધુ પ્રોત્સાહન આપશે.

નાણામંત્રી ર્નિમલા સીતારમણે ખેડૂતોને ધ્યાનમાં રાખીને જણાવ્યું હતું કે, સરકાર પાંચ ઈન્ટીગ્રેટેડ એક્વા પાર્ક ખોલશે. સરસવ અને મગફળીની ખેતીને વધુ પ્રોત્સાહન આપશે અને મત્સ્યઉદ્યોગ યોજનાને પ્રોત્સાહન આપવા માટે વધુ કામ કરવામાં આવશે.

કૃષિ માટે આધુનિક સ્ટોરેજ અને સપ્લાય ચેઈન પર વધું ધ્યાન આપવામાં આવશે અને ડેરી ખેડૂતોની મદદ માટે નવી યોજના લાવશે. નેનો ડીએપીનો ઉપયોગ તમામ ક્ષેત્રોમાં વધારવામાં આવશે. સી ફૂડની નિકાસ બમણી કરવાનો લક્ષ્યાંક છે’

ર્નિમલા સીતારમણે કહ્યું કે એક કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવી. હવે આ લક્ષ્ય એક કરોડથી વધારીને ત્રણ કરોડ. પાંચ વર્ષમાં બીજા બે કરોડ ઘર બનાવીશું.
નવ કરોડ મહિલાઓ સેલ્ફ હેલ્પ ગ્રૂપ સાથે જાેડવામાં આવી. અમારી સરકારે જુદો મત્સ્ય વિભાગ પણ શરૂ કર્યો.

તેના થકી રૂ. એક લાખ કરોડના નિકાસનું લક્ષ્ય. માછીમારી ઉદ્યોગમાં નવી ૫૫ લાખ રોજગાર ઊભું કરવાનું લક્ષ્ય. સરકારનું લક્ષ્ય ૩ કરોડ મકાનો બનાવવાનું પૂરું થઇ ગયું છે અને હવે આગામી ૫ વર્ષમાં વધુ ૨ કરોડ મકાન બનાવશે. રૂફ ટોપ સોલાર સ્કીમ હેઠળ લોકોને ૩૦૦ યુનિટ જેટલી વીજળી મફત આપવાની પણ યોજના છે.’ SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.