Western Times News

Gujarati News

જોર્ડનના હુમલાના જવાબમાં અમેરિકાનો સીરિયા અને ઈરાકમાં બોંબમારો

નવી દિલ્હી, જોર્ડનમાં લશ્કરી થાણા પર ડ્રોન હુમલાના જવાબમાં યુએસ સૈન્યએ શુક્રવારે સીરિયા અને ઇરાકમાં ઈરાન સમર્થિત મિલિશિયાના સ્થાનો પર બોમ્બમારો કર્યો હતો. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર સીરિયામાં અમેરિકી હવાઈ હુમલામાં છ મિલિશિયા લડવૈયા માર્યા ગયા છે.

તેમાંથી ત્રણ બિન-સીરિયન હતા. યુએસ સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઈરાક અને સીરિયામાં ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્‌સ અને તેમના સમર્થિત મિલિશિયા સાથે જોડાયેલા ૮૫થી વધુ લક્ષ્યો સામે શુક્રવારે જવાબી હવાઈ હુમલાઓ શરૂ કર્યા હતા.

નિવેદનમાં જણાવાયું છે કે યુએસ સૈન્ય હવાઈ હુમલામાં કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર, રોકેટ, મિસાઈલ અને ડ્રોન સ્ટોરેજ ફેસિલિટી તેમજ લોજિસ્ટિક્સ અને દારૂગોળાની સપ્લાય ચેઈન સુવિધાઓને નિશાન બનાવવામાં આવી હતી. યુએસ દળોએ ૧૨૫ થી વધુ યુદ્ધ સામગ્રી સાથે ૮૫ થી વધુ લક્ષ્યો પર હુમલો કર્યો.

તે જ સમયે, સીરિયાના સરકારી મીડિયાએ જણાવ્યું હતું કે સીરિયાના રણ વિસ્તારોમાં અને ઇરાકની સરહદ નજીક સ્થિત લક્ષ્યો પર અમેરિકન હુમલામાં ઘણા લોકો માર્યા ગયા છે અને ઘાયલ થયા છે.

ગયા અઠવાડિયે, જોર્ડનમાં એક સૈન્ય મથક પર ડ્રોન હુમલામાં ત્રણ અમેરિકી સૈનિકો માર્યા ગયા હતા અને લગભગ ૪૦ અન્ય ઘાયલ થયા હતા. આ પછી રાષ્ટ્રપતિ જો બાઇડેને ઈરાન સમર્થિત જૂથો સામે જવાબી કાર્યવાહી કરવાની વાત કરી હતી.

તાજેતરમાં, બાઇડેને જવાબી હુમલાને મંજૂરી આપી હતી. આ પછી અમેરિકનોએ શુક્રવારે પહેલો હુમલો કર્યો. જો કે, અમેરિકી સેનાએ ઈરાનની સરહદની અંદર કોઈ ટાર્ગેટને નિશાન બનાવ્યું નથી.

પરંતુ અમેરિકાના જવાબી હુમલા બાદ પશ્ચિમ એશિયામાં તણાવ વધવાની આશંકા છે. ગાઝામાં છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલા ઈઝરાયેલ-હમાસ યુદ્ધને કારણે આ વિસ્તારમાં પહેલેથી જ તણાવની સ્થિતિ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.