Western Times News

Gujarati News

આ દેશ પર છે 2 લાખ કરોડનું દેવું! સરકાર દેશનો વારસો વેચવા મજબૂર

જ્યોર્જિયા મેલોનીની આગેવાની હેઠળનો દેશ ઈટલી આજે આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. મેલોનીનું ઈટલી ૨ અબજ યુરો એટલે કે ૨ લાખ કરોડનું દેવું છે. તેને દૂર કરવા માટે પીએમ મેલોની પોતાના દેશની વિરાસત વેચવા જઈ રહી છે. પીએમ મેલોનીએ ટપાલ સેવાનો કેટલોક હિસ્સો વેચવાનો નિર્ણય લીધો છે. Italy puts ‘crown jewel’ up for sale as Giorgia Meloni-led govt tackles massive public debt

આ એ જ ટપાલ સેવા છે જેને એક સમયે વડાપ્રધાન પોતાના દેશનું તાજ રત્ન માનતા હતા. કારણ કે તે ઇટલીનો વારસો છે, જે ખૂબ જ કિંમતી છે.

મળતી માહિતી મુજબ, વડાપ્રધાન મેલોની દેશની ટપાલ સેવાની હરાજી કરીને વર્ષ ૨૦૨૬ સુધીમાં લગભગ ૧.૭૯ લાખ કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના બનાવી છે. તમને જણાવી દઈએ કે ઈટાલીની પોસ્ટલ સર્વિસ (પોસ્ટે ઈટાલિયન) રેલ કંપની ફેરોવી ડેલો સ્ટેટો અને પાવર કંપની એનઆઈમાં હિસ્સો ધરાવે છે.

આ સિવાય તેઓ ઈન્સ્યોરન્સ અને બેંકિંગના કામમાં પણ જાડાયેલા છે. સરકારની આવકનો મોટો હિસ્સો આમાંથી જ આવે છે. પરંતુ હાલના દિવસોમાં ખોટમાં ચાલી રહેલી સરકારને આ મોટું સાહસ ચલાવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.

જાકે, નિષ્ણાતોનો દાવો છે કે આ હરાજીથી સરકારના દેવા પર વધુ અસર થવાની નથી. કારણ કે સરકાર પર ઘણું દેવું છે. એક રિપોર્ટ અનુસાર, ઇટલી પર લગભગ ૨.૪૮ ટ્રિલિયન ડોલરનું દેવું છે અને આ દેવું ઇટલીના જીડીપીના લગભગ ૧૩૫ ટકા છે. આ દિવસોમાં ઈટલીમાં સરકારની નીતિઓની ખૂબ ટીકા થઈ રહી છે. કોઈને કોઈ રીતે સરકાર તેની ડૂબતી આર્થિક Âસ્થતિને સુધારવાનો પ્રયાસ કરી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.