Western Times News

Gujarati News

શંકર મહાદેવન અને ઝાકિર હુસેનને પ્રતિષ્ઠત ગ્રેમી એવોર્ડ

લોસ એન્જલસ, લોસ એન્જલસમાં ગઈકાલે ૬૬મો ગ્રેમી એવોર્ડ યોજાયો હતો. આ દરમિયાન, ગાયક ટેલર સ્વિફ્ટ, ઓલિવિયા રોડ્રિગો, માઇલી સાયરસ અને લાના ડેલ રેએ ઘણા ગ્રેમી એવોર્ડ જીત્યા હતા. આ ઉપરાંત ગ્રેમી એવોર્ડ્‌સ ૨૦૨૪માં ભારતીય સંગીતકારોનો પણ દબદબો જોવા મળ્યો હતો.

ગાયક શંકર મહાદેવન અને તબલાવાદક ઝાકિર હુસૈન સહિત ચાર સંગીતકારોએ આ એવોર્ડ જીત્યો હતો. શંકર મહાદેવન અને ઝાકિર હુસૈનના બેન્ડ શક્તિએ ‘ધીસ મોમેન્ટ’ માટે બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમનો એવોર્ડ જીત્યો હતો. ગ્રેમીએ એક્સ પર પોસ્ટ શેર કરીને લખ્યું, ‘બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમ વિજેતા – ‘ધીસ મોમેન્ટ’ શક્તિને અભિનંદન.’

ભારતીય સંગીતકાર અને ગ્રેમી વિજેતા રિકી કેજે સ્ટેજ પર તેમના સ્વીકૃતિ ભાષણનો વીડિયો શેર કરીને બેન્ડને અભિનંદન પાઠવ્યા હતા. કેજે તેના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પર વીડિયો પોસ્ટ કર્યો અને લખ્યું, ‘શક્તિએ ગ્રેમી જીત્યો. આ આલ્બમ દ્વારા ૪ તેજસ્વી ભારતીય સંગીતકારોએ ગ્રેમી એવોર્ડ જીત્યો!!

જસ્ટ અમેઝિંગ. ભારત દરેક દિશામાં ચમકી રહ્યું છે. શંકર મહાદેવન, સેલ્વાગણેશ વિનાયાક્રમ, ગણેશ રાજગોપાલન, ઉસ્તાદ ઝાકિર હુસૈન. ઉસ્તાદ ઝાકિર હુસૈન ઉત્કૃષ્ટ વાંસળી વાદક રાકેશ ચૌરસિયા સાથે બીજો ગ્રેમી જીત્યો.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.