Western Times News

Gujarati News

એમેઝોન ઈન્ડિયાના અડધા કસ્ટમર ઓર્ડર્સ હવે ઓછા અથવા નહિવત પેકેજિંગ સાથે આવશે

પ્રોડક્ટ્સ કે જે મોટાભાગે કોઈ વધારાના પેકેજિંગ વિના મોકલવામાં આવે છે તેમાં ટેક એસેસરીઝ, હોમવેર, હોમ ઇમ્પ્રુવમેન્ટ પ્રોડક્ટ્સ, શૂઝ અને લગેજનો સમાવેશ થાય છે.

·         પેકેજિંગ ઘટાડવાની એમેઝોનની પ્રતિબદ્ધતામાં વધારાનું પેકેજિંગ ટાળીને વ્યક્તિગત ડિલિવરી પેકેજિંગના બદલે ફરીથી વાપરી શકાય તેવા ક્રેટ અથવા કોરુગેટ બોક્સમાં મલ્ટીપલ શિપમેન્ટ્સ પહોંચાડવાનો સમાવેશ થાય છે

·         શરૂઆતમાં નવ શહેરોમાંથી વૃદ્ધિ પામીને એમેઝોન આજે ભારતમાં 300થી વધુ શહેરોમાં ઓછી અથવા કોઈ વધારાના પેકેજિંગ વિના ડિલિવરીઝ કરે છે. એમેઝોન ઈન્ડિયાના ફુલફિલમેન્ટ સેન્ટર્સથી બેમાંથી લગભગ એક ઓર્ડર (47.5%) હવે ઓછા કે કોઈ વધારાના પેકિંજિગ વિના ગ્રાહકોને મોકલવામાં આવે છે

એમેઝોને જાહેરાત કરી હતી કે તેણે ભારતમાં લગભગ અડધા કસ્ટમર ઓર્ડર્સ હવે તેમના ઓરિજિનલ પેકેજિંગ એટલે કે એમેઝોન દ્વારા ઉમેરેલું માત્ર એક એડ્રેસ લેબલ અથવા ઓછા પેકેજિંગ સાથે તેના ફુલફિલમેન્ટ નેટવર્કથી મોકલવામાં આવશે. Nearly half of customer orders from Amazon’s India fulfilment network now come with reduced packaging
ઓછા પેકેજિંગની કંપનીની પ્રતિબદ્ધતાના ભાગરૂપે એમેઝોન ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા ક્રેટ અથવા કોરુગેટ બોક્સમાં મલ્ટીપલ શિપમેન્ટ ડિલિવરી કરીને વ્યક્તિગત શિપમેન્ટ્સ માટે તેના પોતાના પેકેજિંગ ઉમેરવાનું ટાળે છે. એમેઝોન 2019માં શરૂઆતમાં નવ શહેરોથી વધીને હવે ભારતમાં 300થી વધુ શહેરોમાં આવી ડિલિવરી કરે છે.

એમેઝોનના અંદાજ મુજબ જૂન 2000માં તેના ઈન્ડિયન ફુલફિલમેન્ટ નેટવર્કમાં પાતળી ફિલ્મના સિંગલ યુઝ પ્લાસ્ટિંક પેકેજિંગ મટિરિયલના બદલે પેપર અને કાર્ડબોર્ડ આધારિત પેકેજિંગનો ઉપયોગ કરીને 5,300 મેટ્રિક ટનથી વધુનો પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળ્યો છે.

એમેઝોન ઈન્ડિયાના ઓપરેશન્સના વાઇસ પ્રેસિડેન્ટ અભિનવ સિંહે જણાવ્યું હતું કે એમેઝોન ખાતે અમે અમારા ઓપરેશન્સમાં વધુ ટકાઉ બનાવા માટે પ્રયત્નશીલ છીએ અને પેકેજિંગને ઘટાડવા માટે અમારી પ્રતિબદ્ધતામાં અડગ છીએ. અમે જે પ્રગતિ કરી છે તેના પર અમને ગર્વ છે અને એમેઝોન ઈન્ડિયા ફુલફિલમેન્ટ સેન્ટર્સથી લગભગ અડધોઅડધ ઓર્ડર્સ ઓછા અથવા કોઈ વધારાના પેકેજિંગ વિના ડિલિવર કરવામાં આવે છે. અમે આ મોમેન્ટમ જાળવી રાખવાનું ચાલુ રાખીશું અને ભારતમાં ગ્રાહકો જે પેકેજિંગ મેળવે છે તેમાં વધુ ઘટાડો કરવા માટે પ્રયાસો કરીશું.

ભારતમાં એમેઝોન ઓર્ડર કરેલ પ્રોડક્ટની કેટેગરી, ગ્રાહકનું લોકેશન અને ઓર્ડર દ્વારા મુસાફરી કરવાના અંતરના આધારે ગ્રાહકના ઓર્ડરનું મૂલ્યાંકન કરવા માટે મશીન લર્નિંગ અલ્ગોરિધમનો ઉપયોગ કરે છે. ત્યારબાદ અલ્ગોરિધમ નક્કી કરે છે કે ડિલિવરી સુરક્ષિત રાખવા માટે પેકેજિંગ જરૂરી છે કે કેમ અને, જો હોય તો કેટલું જરૂરી છે. આ એમેઝોનને દરેક પ્રોડક્ટ માટે યોગ્ય માત્રામાં પેકેજિંગ પસંદ કરવામાં અને ઓછા મટિરિયલનો ઉપયોગ કરવામાં મદદ કરે છે.

પ્રોડક્ટ્સ કે જે મોટાભાગે કોઈ વધારાના પેકેજિંગ વિના મોકલવામાં આવે છે તેમાં ટેક એસેસરીઝ, હોમવેર, હોમ ઇમ્પ્રુવમેન્ટ પ્રોડક્ટ્સ, શૂઝ અને લગેજનો સમાવેશ થાય છે. 2015થી એમેઝોને વૈશ્વિક સ્તરે શિપમેન્ટ દીઠ આઉટબાઉન્ડ પેકેજિંગના સરેરાશ વજનમાં 41%થી વધુ ઘટાડો કર્યો છે અને 2 મિલિયન ટનથી વધુ પેકેજિંગ મટિરિયલ દૂર કર્યુ છે.

જે વસ્તુઓને ટ્રાન્સપોર્ટેશન દરમિયાન વધારાની સુરક્ષાની જરૂર હોય છે અથવા ગ્રાહકો ઓપ્ટ-ઇન ફીચર દ્વારા વધારાના પેકેજિંગમાં જે મેળવવાનું પસંદ કરે છે જેમ કે લિક્વિડ, નાજુક સામાન અને પર્સનલ કેર વસ્તુઓને વધારાના પેકેજિંગ સાથે મોકલવાનું ચાલુ રાખે છે.

આ પેકેજિંગ માઇલસ્ટોન્સ ભારતમાં એમેઝોનની વ્યાપક ટકાઉપણા પ્રગતિને પૂરક બનાવે છે. તેની આબોહવા પ્રતિબદ્ધતાના ભાગરૂપે એમેઝોનનું 2040 સુધીમાં નેટ-ઝીરો કાર્બન સુધી પહોંચવાનું લક્ષ્ય છે. 450થી વધુ કંપનીઓ આ પ્રતિજ્ઞામાં જોડાઈ છે જેમાં બ્લુપાઈન એનર્જી, સીએસએમ ટેક્નોલોજીસ ઈન્ડિયા, ગોડી, ગ્રીનકો, એચસીએલ, ઈન્ફોસીસ, મહિન્દ્રા લોજિસ્ટિક્સ, ટેક મહિન્દ્રા અને યુપીએલ જેવી નવ ભારતીય કંપનીઓનો સમાવેશ થાય છે.

એમેઝોન તેના ડિલિવરી ફ્લીટનું ઇલેક્ટ્રિફિકેશન કરીને તેના ટ્રાન્સપોર્ટેશન નેટવર્કને બદલવાનું પણ ચાલુ રાખે છે અને તેના ભારતના ડિલિવરી ફ્લીટમાં 6,000 કરતાં વધુ ઇલેક્ટ્રિક વાહનો લાગુ કરવા માટે તેના ભાગીદારો સાથે કામ કર્યું છે અને 400થી વધુ સ્થાનિક શહેરોમાં ડિલિવરી કરે છે. કંપનીએ તાજેતરમાં ભારતમાં તેના સાતમા યુટિલિટી-સ્કેલ રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટની જાહેરાત કરી છે

જે મહારાષ્ટ્રના ઓસ્માનાબાદમાં એક નવું 198 મેગાવોટ વિન્ડ ફાર્મ છે. આના પગલે એમેઝોન સ્થાનિક રીતે 50 પવન અને સૌર પ્રોજેક્ટ્સ પર પહોંચી છે, જે 1.1 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ક્ષમતાને વટાવીને ભારતમાં રિન્યુએબલ એનર્જીના સૌથી મોટા કોર્પોરેટ ખરીદદાર બની ગઈ છે.

એમેઝોન એશિયા-પેસિફિક (એપીએસી) પ્રદેશમાં સમુદાયો, આબોહવા સ્થિતિસ્થાપકતા અને જૈવવિવિધતાને સમર્થન આપવા માટે પ્રકૃતિ આધારિત પ્રોજેક્ટ્સમાં 15 મિલિયન ડોલરનું રોકાણ પણ કરી રહી છે. ફંડની એપીએસી ફાળવણીમાંથી પ્રથમ 3 મિલિયન ડોલર ભારતમાં પ્રોજેક્ટ્સને સમર્થન આપે છે, કાર્બન સિંક બનાવે છે તેમજ વન્યજીવ સંરક્ષણ અને આજીવિકામાં વધારો કરે છે. પશ્ચિમ ઘાટમાં તેના પ્રથમ પ્રોજેક્ટ હેઠળ 3,00,000 વૃક્ષો વાવવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.