Western Times News

Gujarati News

ગુજરાતી ફિલ્મ “કસુંબો”નું ટાઇટલ સોન્ગ સોમનાથની પાવન ભૂમિ ખાતે રિલીઝ

•             રોનક કામદાર, ધર્મેન્દ્ર ગોહિલ, દર્શન પંડ્યા, શ્રદ્ધા ડાંગર, મોનલ ગજ્જર, અને ચેતન ધનાણી વગેરે કલાકારો રહ્યાં ઉપસ્થિત

•             શૌર્ય રસ દર્શાવનું આ સોન્ગ કીર્તિ સાગઠીયાના મધુર અવાજમાં સ્વરબદ્ધ  છે

સોમનાથ : લગભગ 100થી વધુ કલાકારો -કસબીઓનો કાફલો ધરાવતી અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અત્યાર સુધીની બહુચર્ચિચત ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ “કસુંબોમાં” ગુજરાતની ધરોહર અને સંસ્કૃતિને બચાવવા અલ્લાઉદ્દીન ખિલજી સામે દાદુજી બારોટે માંડેલા ઐતિહાસિક યુદ્ધની વાર્તાને વણવામાં આવી છે.

ફિલ્મમાં ધમેન્દ્ર ગોહિલ, રોનક કામદાર, શ્રદ્ધા ડાંગર, મોનલ ગજ્જર, રાગી જાની, ફિરોઝ ઈરાની, કલ્પના ગાંગાડેકર, દર્શન પંડ્યા સહિતના યુવા અને દિગ્ગજ અભિનેતાઓ મોટા પડદા પર એકસાથે જોવા મળશે.  રિલીઝ થયેલ ટ્રેલરને દર્શકોએ ભરપૂર વખાણ્યું છે અને હવે ફિલ્મનું ટાઇટલ સોન્ગ રિલીઝ કરવામાં આવ્યું છે. સોમનાથની પાવન ભૂમિમાં મહાદેવની સાક્ષીમાં આ સોન્ગના રિલીઝ પ્રસંગે રોનક કામદાર, ધર્મેન્દ્ર ગોહિલ, દર્શન પંડ્યા, શ્રદ્ધા ડાંગર, મોનલ ગજ્જર, અને ચેતન ધનાણી વગેરે કલાકારો ઉપસ્થિત  રહ્યાં હતા.ગુજરાતી ફિલ્મ જગતના ખુબ જાણીતા અને માનીતા દિગ્દર્શક વિજયગીરી બાવા દિગ્દર્શિત વીરપુરુષોની ગાથા દર્શાવતી ફિલ્મ છે “કસુંબો.

અમદાવાદમાં શૂટિંગ કરાયેલ આ સોન્ગ શૌર્ય રસ દર્શાવે છે. કીર્તિ સાગઠીયાના મધુર અવાજમાં સ્વરબદ્ધ કરાયેલ “કસુંબો” ટાઇટલ ટ્રેકના વીરતા ભર્યા શબ્દો પાર્થ તારપરા દ્વારા આલેખવામાં આવ્યા છે.સોંગમાં મ્યુઝિકની કામગીરી જાણીતા મ્યુઝિક ડિરેક્ટર મેહુલ સુરતીએ નિભાવી છે. વિજયગીરી બાવા દ્વારા દિર્ગદર્શિત આ સોન્ગમાં કોરિયોગ્રાફી પ્રિન્સ ગુપ્તા દ્વારા કરાઈ છે જયારે ડીઓપીની કામગીરી ગાર્ગેય ત્રિવેદી દ્વારા કરવામાં આવી છે.

આ ફિલ્મની કાસ્ટ, સેટ અને ફિલ્મ મેકિંગની પ્રક્રિયા ઘણી રસપ્રદ અને આકર્ષિત રહી છે. આ ફિલ્મ 16 ફેબ્રુઆરી, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. અગાઉ આ ફિલ્મનું “ખમકારે ખોડલ સહાય છે” સોન્ગ રિલીઝ કરવામાં આવ્યું હતું કે જે ગરબાના સ્વરૂપમાં છે, તે દર્શકોને ખૂબ પસંદ પડ્યું છે અને હવે આ સોન્ગ પોતાના રિલીઝ સાથે વીરતાનો રસ પીરસે છે.ફિલ્મને વાસ્તવિકતાની વધુ નજીક લઇ જતા ચિત્રણને સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવેલા ઝીણવટભર્યા પ્રયાસો સફળ થતાં જણાય છે.

ફિલ્મનું શૂટીંગ અમદાવાદમાં 16 વીઘાના એક ખેતરમાં સેટ ઉભો કરીને કરવામાં આવ્યું હતું. જ્યાં પાટણની શેરીથી માંડીને રાજમહેલ શેત્રુંજી નદી અને આદિપુર ગામ, પર્વત વગેરે બનાવાયા હતા. ફિલ્મના પટકથા લેખક રામ મોરી છે.

ફિલ્મનું ટાઇટલ રિલીઝ કરવાથી લઇ, પાત્રોનો પરિચય આપતાં પોસ્ટર્સ, ફિલ્મનું ટીઝર, એક સુંદર મજાનો ભક્તિભાવ ભર્યો માં ખોડિયારનો ગરબો, ફિલ્મનું ટ્રેલર અને હવે આ ટાઇટલ સોન્ગ ખુબ જ પ્રભાવિત કરે છે, જે સિને ઉત્સાહીઓ સાથે સાથે સામાન્ય દર્શક ગણને આકર્ષવામાં સફળ થતી જણાય છે.

આ ફિલ્મમાં દાદુ બારોટ અને તેમના સાથીઓને વીરતા વાત કહેવામાં આવી છે. ઇતિહાસમાં ભૂલાઇ ગયેલા બારોટોના બલિદાનની આ કથા સત્યા ઘટના પ્રેરિત છે.ફિલ્મ 16 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રજૂ થઈ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.