Western Times News

Gujarati News

રીક્ષામાંથી બહાર નીકળી હવામાં છરીઓ વીંઝવાની યુવકને ભારે પડી

(જૂઓ વિડીયો) સોશીયલ મીડીયામાં હથીયાર સાથે રીલ્સ બનાવનારની ધરપકડ

(એજન્સી)અમદાવાદ, સોશીયલ મીડીયામાં હથીયારો સાથે ફોટોગ્રાફસ વાઈરલ કર્યા તો હવે સીધાં લોકઅપનાં દર્શન કરવો પડશે. હાલ સોશીયલ મીડીયામાં હથીયારો લઈને વીડીયો વાઈરલ કરવાની ટ્રેન્ડ વધી રહયો છે. લાઈસન્સ અને કોમેન્ટ મેળવવાની લાયમાં આજે યુવકો એટલી નફફટાઈ પર ઉતરી આવ્યા છે. કે બીજાના જીવ જોખમાય તે રીતે રીલ્સ બનાવે છે. અને બાદમાં સોશીયલ મીડીયાયમાં વાઈરલ કરે છે.

થોડા દિવસ પહેલાં એક રીક્ષામાં બે યુવકો બહાર નીકળીને હવામાં છરો વીઝતા હોવાનો વીડીયો વાયરલ થયો હતો. જેમાં ટ્ર્‌ાફીક પોલીસે રીક્ષા ચાલક સહીત યુવક વિરૂધ્ધ ફરીયાદ કરે છે. નિરાંત પાર્ક સર્કલથી વસ્ત્રાલ જવાના રોડ પર એક રીક્ષા પુરઝડપે ગફલતભરી રીતે ચલાવતો હતો. ત્યારે બે યયુવક બહાર નીકળીને હવામાં છરીઓ ફેરવતા હતા. રામોલ પોલીસે રીક્ષા ચાલકની ધરપકડ કરીને હથીયાર વડે સ્ટેટ કરનારને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

ટ્રાફીક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ વિજયભાઈએ રામોલ પોલીસ સ્ટેશનમાં અંકીત ગોસ્વામી રહે. ભીલ સોસાયટી અમરાઈવાડી, તેમજ આયર્ન ગુપ્તા વિરૂધ્ધ દારૂના નશામાં હથીયાર ફેરવવાની ફરીયાદ કરી છે. વિજયભાઈ સહીતની ટીમે વસ્ત્રાલ ચાર રસ્તા પાસે ડયુટી પર તહેનાત હતી ત્યારે સોશીયલ મીડીયામાં એક વાઈરલ વીડીયો તેમના મોબાઈલમાં આવ્યો હતો. વીડીયોમાં એક રીક્ષાચાલક પુરઝડપે ગફલતભરી રીતે ચલાવતો હતો.

ત્યારે બે યુવક બહાર નીકળીન હવામાં છરીઓ ફેરવતા હતા. રામોલ પોલીસ રીક્ષા ચાલકની ધરપકડની હથીયારની વડે સ્ટેટ કરનારાને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ટ્રાફીક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ વિજયભાઈએ રામોલ પોલીસ સ્ટેશનમાં અંકીત ગોસ્વામી રહે. ભીલ સોસાયટી અમરાઈવાડી તેમજ આર્યન ગુપ્તા વિરૂધ્ધ દારૂના નશામાં હથીયાર ફેરવવાની ફરીયાદ કરી છે.

વિજયભાઈ સહીતની ટીમ વસ્ત્રાલ ચાર રસ્તા પાસે ડયુટી પર તહેનાત હતી ત્યારે સોશીયલ મીડીયામાં એક વાઈરલ વીડીયો તેમના મોબાઈલમાં આવ્યો હતો. વીડીયોમાં એક રીક્ષાચાલક પુરઝડપે તેમજ સ્ટંટ કરતી નિરાંત સર્કલ થી વસ્ત્રાલ ચાર રસ્તા તરફ આવતી હતી. આ રીક્ષામાં બે યુવકો પેસેન્જરોને સ્વાંગમાં બેઠા હતા અને રીક્ષાની બહાર નીકળીને છરીઓ હવામાં ફેરવતા હતા.

રીક્ષા નંબરના આધારે વિજયભાઈ સહીતની ટીમે તપાસ કરી તો જાણવા મળ્યું કે આ રીક્ષા હાલ રબારી કોલોનીથી નિરાંત સર્કલથી વસ્ત્રાલ તરફ અંકિતે રીક્ષા ગફલતભરી રીતે ચલાવી હતી અને બાદમાં બે યુવક બહાર નીકળ્યા હતા. અને હાથમાં છછરી રાખીને ફેરવી હતી. રામોલ પોલીસે આ મામલે અંકિત ગોસ્વામી તેમજ આર્યન ગુપ્તા વિરૂધ્ધ ગુનો નોધી તપાસ શરૂ કરી છે. જયારે બીજા બે યુવકોને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.