Western Times News

Gujarati News

Pakistan: સૌથી વધુ બેઠક મેળવનાર ઈમરાન ખાન (PTI) સમર્થીત અપક્ષોને વિપક્ષમાં બેસવું પડશે !

પાકિસ્તાનમાં સરકાર રચવા હાથ મિલાવતા નવાઝ શરીફ (PML-N) -બિલાવલ ભુટ્ટો ઝરદારી (PPP)?

બીજા અને ત્રીજા નંબરે  નવાઝ શરીફ (PML-N) -બિલાવલ ભુટ્ટો ઝરદારી (PPP) પક્ષ તેમ છતાં પણ બહુમતી માટે 133ના જાદુઈ આંકને પાર કરી શકશે નહી: ઈમરાનના પક્ષમાં (PTI) ભંગાણની શકયતા

ઈસ્લામાબાદ,  પાકિસ્તાનમાં વિવાદો અને હિંસા વચ્ચે યોજાયેલી ચુંટણીમાં એક તરફ કોઈપણ પક્ષને બહુમતી નહી મળતા ત્રિશંકુ સંસદની સ્થિતિ બની છે તે વચ્ચે નંબર ટુ અને નંબર થ્રી પર રહેલા પાકિસ્તાન મુસ્લીમલીગ (નવાઝ શરીફ- PML) અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ (બિલાવલ ભુટ્ટો PPP) દેશમાં અને પંજાબ પ્રાંતમાં સરકાર રચવા હાથ મિલાવવાની તૈયારી કરી છે તથા પુર્વ વડાપ્રધાન નવાઝ શરીફે દેશમાં સરકાર રચવા માટેનો દાવો પણ કરી દીધો છે. PML(N), PPP hold talks for alliance to form govt

પાકની 336 બેઠકોની સંસદમાં 265 બેઠકો પર ચુંટણી યોજાઈ હતી. બાકીની બેઠકો પર પક્ષને મળેલા મતોના આધારે મહિલા અને લઘુમતીઓની નિયુક્તિ થાય છે જેમાં હવે જાહેર થયેલા પરિણામોમાં પુર્વ વડાપ્રધાન ઈમરાનખાનના પક્ષ તહેરીક એ ઈન્સાફ (PTI) સમર્થીત અપક્ષોએ 98 બેઠકો જીતી છે. જયારે વધુ એક પુર્વ વડાપ્રધાન નવાઝ શરીફના પક્ષ પાકિસ્તાન મુસ્લીમ લીગને 69 અને બિલાવલ ભુટ્ટો ઝરદારીના પક્ષ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીને 51 બેઠકો મળી છે.

Even as final results of the Pakistan general elections are awaited, PTI founder Imran Khan and PML(N) supremo Nawaz Sharif have claimed win and delivered victory speeches. Now, since PML(N) (Nawaz Sharif)  has failed to get majority in the polls but has emerged as the “single largest party”, it is in talks with PPP chairman Bilawal Bhutoo Zardari, Dawn reported.

પાકિસ્તાન મુસ્લીમ લીગના (PML) અધ્યક્ષ શાહબાઝ શરીફે ઈસ્લામાબાદમાં પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના (PPP) વડા બિલાવલ ભુટ્ટો અને તેમના પિતા અને પુર્વ રાષ્ટ્રપતિ આસીફઅલી ઝરદારી સાથે મુલાકાત કરી હતી અને બંને હવે સંયુક્ત સરકાર રચીને સૌથી મોટા જુથ તરીકે ઉભરી આવેલા ઈમરાનખાનના (PTI) પક્ષને સરકાર રચવામાં પાછળ રાખી દેશે તેવા સંકેત છે.

ઈસ્લામાબાદ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને (PTI) યુવાનોનો ભરપૂર સમર્થન મળ્યું છે. ઈમરાન ખાન સાથે કોલેજો અને યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા યુવાનો મોટી સંખ્યામાં જોડાયેલા હતા. કાયદાના એક વિદ્યાર્થીએ કહ્યું કે, અમે સવારથી સાંજ સુધી પરિણામ જોઈ રહ્યા હતા. જો કે, તમારા જૂથના નેતાઓના નામ અને તેમના પ્રતીકોને યાદ રાખવું ખૂબ મુશ્કેલ કાર્ય છે. દરેકને અલગ-અલગ માર્ક્સ મળ્યા છે.

શાહબાઝ શરીફે UAEને કહ્યું ભારત સાથે દોસ્તી કરાવી દો

પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે પણ વિજય જાહેર કર્યો છે. તેમનો દાવો છે કે તેમની પાર્ટી 95 બેઠકો સાથે સૌથી આગળ છે અને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી રહી છે. જો બિલાવલ ભુટ્ટોની પીપીપીની વાત કરીએ તો તે કિંગમેકરની ભૂમિકામાં છે. જો કે પીપીપી નવાઝ શરીફના નામને સમર્થન નહીં આપે. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે જો પીએમએલ-એન સરકાર બનાવે તો પણ શું શાહબાઝ શરીફ ફરી વડાપ્રધાન બનશે?

કાશ્મીરીઓની ઈચ્છા અનુસાર મુદ્દાનો ઉકેલ લાવવો જોઈએ: શાહબાઝ શરીફ

ત્રણ વખત વડાપ્રધાન રહી ચુકેલા નવાઝ શરીફે કહ્યું કે અત્યારે મુસીબતમાં ફસાયેલા પાકિસ્તાનને બહાર લાવવાની જવાબદારી હું સમજુ છુ અને તેથી તેમને તમામને સાથે આવવાની અપીલ કરી હતી. તેમણે ભારત સાથે સારા સંબંધોની પણ હિમાયત કરી હતી.

ઈમરાન ખાને ફરીથી મોદી સરકાર વિરુદ્ધ ઝેર ઓક્યુ

અત્રે ઉલ્લેખનીય છે કે, 2022 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્‌વીટ કરીને પાકિસ્તાનના નવા વડાપ્રધાન શાહબાજ શરીફને શુભેચ્છા પાઠવી હતી. અભિનંદનની સાથે પીએમ મોદીએ આતંકવાદનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે ભારપૂર્વક કહ્યું છે કે ભારત પણ શાંતિ ઈચ્છે છે જ્યાં આતંક માટે કોઈ સ્થાન નથી.

મોદીએ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફને શુભેચ્છા પાઠવી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.