૧૭મી લોકસભાએ મુસ્લિમ બહેનોને ટ્રિપલ તલાકમાંથી મુક્તિ અપાવીઃ મોદી
બીજી ટર્મમાં લોકસભામાં અંતિમ ભાષણ આપતા વડાપ્રધાન
(એજન્સી)નવી દિલ્હી, સંસદના બજેટ સત્રનો આજે છેલ્લો દિવસ છે. આજે સંસદમાં રામ મંદિર પર ધન્યવાદ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. આ અંગે તમામ નેતાઓએ ભાષણ આપ્યા હતા. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં ભાષણ આપ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે, ‘લોકશાહીની મહાન પરંપરાનો આજનો દિવસ એક મહત્ત્વપૂર્ણ દિવસ છે, 17th Lok Sabha exempted Muslim sisters from triple talaq: Modi
૧૭મી લોકસભાએ દેશની સેવામાં ઘણા નિર્ણયો લીધા. છેલ્લાં પાંચ વર્ષ દેશમાં ‘રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ’ વાળા રહ્યા છે, મને વિશ્વાસ છે કે દેશ ૧૭મી લોકસભાને આશીર્વાદ આપતો રહેશે. ૧૭મી લોકસભાની કાર્ય ઉત્પાદકતા ૯૭ ટકા હતી, મને વિશ્વાસ છે કે અમે ૧૮મી લોકસભામાં ૧૦૦ ટકા ઉત્પાદકતાનો સંકલ્પ કરીશું.’
વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણ દરમિયાન લોકસભા સ્પીકર ઓમ બિરલાના વખાણ કર્યા અને કહ્યું કે તમે નિષ્પક્ષતાથી કામ કર્યું. નવી સંસદ ભવન બનાવવાનો નિર્ણય લેવાનો શ્રેય લોકસભા અધ્યક્ષ બિરલાને આપતાં તેમણે કહ્યું કે તેમના પરિણામે દેશને નવી સંસદ ભવન મળ્યું છે. તેમજ વધુમાં જણાવ્યું કે, ય્-૨૦ સમિટ દરમિયાન દેશના દરેક રાજ્યએ ભારતની ક્ષમતાઓ અને તેના રાજ્યની યોગ્યતાઓને વિશ્વ સમક્ષ રજૂ કરી હતી,
જેની અસર હજુ પણ છે, ય્-૨૦ દ્વારા ભારતની લોકશાહી વ્યવસ્થા સમગ્ર વિશ્વ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. મુસ્લિમ બહેનો ઘણા ઉતાર-ચઢાવ સાથે ટ્રિપલ તલાકની રાહ જોઈ રહી હતી. આમાંથી મુક્તિ અને મહિલાઓના સન્માનનું કામ ૧૭મી લોકસભા દ્વારા કરવામાં આવ્યું હતું.
ગૃહમાં બોલતા પીએમ મોદીએ કહ્યું કે, ૧૭મી લોકસભાએ દેશની સેવાના ૫ વર્ષમાં ઘણા મહત્ત્વપૂર્ણ નિર્ણયો લીધા અને અનેક પડકારોનો સામનો કરવા છતાં દરેકે પોતાની ક્ષમતા મુજબ દેશને સાચી દિશા આપવાનો પ્રયાસ કર્યા. કોરોના સમયગાળા દરમિયાન સાંસદોના નોંધપાત્ર કાર્યની પ્રશંસા કરતા પીએમ મોદીએ કહ્યું કે, “હું માનનીય સાંસદોનો પણ આભાર વ્યક્ત કરું છું કે કટોકટી દરમિયાન દેશની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, જ્યારે મેં સાંસદોને ભથ્થુ નહીં લેવાના પ્રસ્તાવ મૂક્યો હતો. ત્યારે તમામ સાંસદોએ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના આ પ્રસ્તાવને સ્વીકારી લીધો હતો.