Western Times News

Gujarati News

ર૪મીએ દ્વારકા સિગ્નેચરબ્રિજ, રપમીએ રાજકોટ એઈમ્સનું PM મોદી લોકાર્પણ કરશે

વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમ સંદર્ભે તડામાર તૈયારીઓઃ પીએમ સંભવતઃ દ્વારકામાં રાત્રીરોકાણ તથા જગતમંદિરે દર્શન કરશે

રાજકોટ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફેબ્રુઆરી મહીનાના અંતમાં બે મહત્વની પ્રોજેકટના લોકાર્પણ માટે ગુજરાત આવી રહયા છે. મોદી ર૪મીએ દ્વારકા સીગ્નેચર બ્રીજ તેમજ રપ ફેબ્રુઆરીએ રાજકોટમાં એઈમ્સમાં ઈન્ડોર પેશન્ટ ડીપાર્ટમેન્ટ સેવા તેમજ જનાના હોસ્પીટલના લોકાર્પણ કરે તેવી પ્રબળ સંભાવના છે.
લોકસભા ચુંટણી ર૦ર૪ પૂર્વે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મોટા અને મહત્વ પ્રોજેકટો ખુલ્લા મુકવામાં આવી રહયા છે.

ફેબ્રુઆરીના છેલ્લાં વીકમાં વડાપ્રધાન પોતાના બે ડ્રીમ પ્રોજેકટનું લોકાર્પણ કરવા આવી રહયા છે. જેમાં આગામી ર૪ ફેંબુરઆર રોજ ૯૭૮ કરોડથી ખર્ચે તૈયાર કરવામાં આવેલા સીગ્નેચર બ્રીજ તેમજ રપ ફેબ્રુઆરીએ રાજકોટ એઈમસ તૈયાર રપ૦ બેડની આઈપીડી સેવાનો પ્રારંભ કરાવશે. આ ઉપરાંત રાજકોટના નવા રીગરોડ પર બનાવવામાં આવેલા અટલ સરોવર અને જનાના હોસ્પીટલનું લોકાર્પણ કરશે.

નોંધનીય છે કે હાલ રાજકોટના જામનગર રોડ પર પરાપીપળીયા ગામ નજીક ર૦૦ એકર જેટલી વિશાળ જગ્યામાં ૧ર૦૦ કરોડથી વધુના ખર્ચે એઈમ્સનું નિર્માણ કાર્યય ખુબ જ ઝડપભેર આગળ વધી રહયુંછે. છેલ્લા ર વર્ષથી રાજકોટ એઈમ્સ ખાતે પ૦ બેડની સુવિધા સાથે ઓપીડી સેવા કાર્યરત છે. અને હવે આગામી રપ ફેબ્રુઆરીના બાદ રાજકોટના એઈમ્સ ખાતે રપ૦ બેડની મલ્ટીસ્પેશયાલીટી સુવિધા સાથે આપીડી સેવા પણ શરૂ કરી દેવામાં આવશે. તેની સાથે સાથે ચાર ઓપરેશન થીયેટરપણ તૈયાર થઈ જતા તેનો પણ ઉપયોગ કરવામાં આવશે. જેથી અકસ્માત કે અન્ય કેસમાં દર્દીની સર્જરી કરવાની અને યોગ્ય સારવાર મળી શકશે.

દેવભુમી દ્વારકા જીલ્લા કલેકટર પંડયાના જણાવ્યાઅનુસાર તા.ર૪ ફેબ્રુઆરીઅ વડાપ્રધાન મોદીનું રાત્રીરોકાણ દ્વારકા ખાતે હોય અને ભગવાન શ્રીકૃષ્ણની ભુમી ઉપર પ્રવાસનલક્ષી સુવિધા તેમજ શ્રી કૃષ્ણના શયન સ્થાન એવા બેટ દ્વારકાને ભૂમાર્ગે જોડતો સીગ્નેચર બ્રીજ ખુલ્લો મુકવાનો છે.

નરેન્દ્ર મોદીના પ્રસ્થાપીત કાર્યક્રમ અંગે ગુજરાત રાજયના માર્ગ અને મકાન વિભાગના સચીવ પ્રવાસન વિભાગના સચીવ તથા રાજયના અનેક અધિકારીઓ કાર્યક્રમની સુચારૂ વ્યવસ્થા અંગે દ્વારકા આવી રહયા છે. આવતીકાલથી જ દ્વારકા શહેરમાં રખડતા પશુઓની અન્યત્ર ખસેડવા અભિયાન હાથ ધરવામાં આવનાર છે. ખાસ કરીને દ્વારકા શહેરમાં વિશેષ સફાઈ ઝુંબેશ પણ હાથ ધરાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.